તા.પંચા. મહિલા પ્રમુખના પતિ વઘાસિયાના ધર્મેન્દ્રસિંહ વાસુદેવ બન્યા
વાંકાનેર : પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ જીનપરા દ્વારા આજે તા. ૧૭-૪-૨૩ ને સોમવારનાં રોજ કૃષ્ણ જન્મોત્સવ યોજાયેલ કથા વકતા સાધ્વીજી સરસ્વતીગીરીજીએ સંબોધન કર્યું હતું.
તેમણે કૃષ્ણ જન્મોત્સવના આ કાર્યક્રમમાં જણાવ્યું કે કૃષ્ણે એ જમાનામાં પણ કુરિવાજો સામે લોકોને જાગૃત કર્યા હતાં. અને લોકોને સમજાવ્યું કે આવા ધાર્મિક પ્રસંગો ઉજવવા જ જોઇએ. જેથી આજના ટીવી. મોબાઇલનાં જમાના બાળકોને સારા સંસ્કાર આપી શકાય. આપણુ વર્તન-વિચાર અરીસા જેવું છે. જે બાળકો જોશે તે બાળકો અનુકરણ કરશે. માટે ધાર્મિક કાર્યો કરવા ભાર આપેલ હતો. સફળ બનાવવા તાલુકા પંચાયતનાં મહિલા પ્રમુખના પતિ વઘાસિયાના ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા પોતે પણ વાસુદેવ બની બાળકૃષ્ણને લઇ મંડપ નિચે ખૂબ ઉત્સાહથી નાચ-ગાન સાથે આનંદ માણ્યો હતો.