તેઓ ખેરવા સહકારી મંડળીના પ્રમુખ પણ છે

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંધ લિ.ની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં ભારે રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ પ્રેરિત પેનલોને 6-6 બેઠકો વિજેતા જાહેર થયા છે. જેમાં ગરાસીયા બોર્ડિંગ વાકાનેર ખાતે તાલુકા ખરીદ વેચાણ સંધની ચૂંટણીમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવવા બદલ ભારતીય જનતા પાર્ટીના કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા (ખેરવા)નું મહારાણા રાજ સાહેબ કેસરીદેવસિંહજી ઝાલા તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલોના વિજેતા ઉમેદવારોની સંખ્યા સરખી હોઈ પ્રમુખની ચૂંટણીમાં આરડીસીના પ્રતિનિધિનો મત નિર્યાણક સાબિત થશે, એવું માનવામાં આવે છે.