વાંકાનેર: છેલ્લા 33 દિવસથી ચાલતા ક્ષત્રિય આંદોલનના પડઘા ગઈ કાલે વાંકાનેરમાં પણ પડયા હતા.
અહીં એક સંમેલન કુળદેવી ટ્રસ્ટના મેદાન દિગ્વીજયનગર પેડક વાંકાનેર ખાતે રાજપુત સમાજ દ્વારા મળ્યું હતું, જેમાં શહેર અને તાલુકા ઉપરાંત રાજકોટથી ક્ષત્રિય આગેવાનો ઉમટી પડયા હતા. આગામી ચૂંટણીમાં
રણનીતિ નક્કી કરવાના હેતુથી મળેલ આ સંમેલનમાં આગેવાનોએ અસરકારક રીતે મુદ્દાસર પોતાની વાત રજૂ કરી હતી. નોંધનીય છે કે સંમેલનમાં ક્ષત્રિય સમાજ સિવાય અન્ય વર્ગના લોકો પણ જોડાયા હતા, કાઠી સમાજના આગેવાનને તો સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું અને એમના આગેવાને રણકારીને ટેકો જાહેર કર્યો હતો. અત્યાર સુધી આંદોલન
શાંતિ રીતે ચાલી રહ્યું છે, એ મુજબ શિસ્ત અને શાંતિ જાળવી રાખવા અને અન્ય સમાજનો પણ ટેકો મેળવવા પર સંમેલનમાં ભાર મુકાયો હતો, દિલના ઊંડાણથી રજૂ થયેલી વાતને લોકો તાળીઓના ગડગડાટથી વધાવતા હતા. પોલિંગ બૂથથી લઇ મતદાન કઈ રીતે વધુ થાય અને ભાજપને કઈ રીતે હરાવી શકાય એ બાબતે મંથન થયું હતું. સંકલન સમિતિના આદેશના અમલ કરવા પર હાકલ કરાઈ હતી. ભાજપના કોઈ પ્રપંચમાં ન ફસાવા સમજ અપાઈ હતી.