યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ કરવા હાકલ
રાજકોટઃ ક્ષત્રિય ગિરાસદાર સમાજ ખેરવા (તાલુકો વાંકાનેર) ગામના ગિરાસદાર સમાજના હાલ પોતાને કર્મભૂમિ રાજકોટ બનાવનાર ૫૧ પરિવારનો સ્નેહમિલન અને સ્વરુચિ ભોજનનો કાર્યક્રમ રાજકોટમાં સદગુરુનગરના મંગલમ ખાતે રામજી મંદિરમાં યોજવામાં આવ્યો હતો.

જેમાં પરિવારના યુવાનો, સિનિયર સિટીઝન, મહિલાઓ બાળકો સર્વે ઉપસ્થિત રહ્યા હતા. પરિવારના મોભી સિનિયર સિટીઝન દોલુભા વાઘુભા (ઉ.વ. ૯૫) એ જણાવ્યું હતું કે આજે યુવાનોમાં દિન પ્રતિદિન વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આજના યુવાને વ્યસન મુક્ત બનવું જોઈએ અને વ્યસન કરતા હોય તો આજે નવા વર્ષના પ્રારંભથી જ વ્યસન મુક્તિનો સંકલ્પ લેવો જોઈએ. કરણસિંહ રાજેન્દ્રસિંહ કેનેડાથી સ્નેહ મિલન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા. તેઓએ કોઈ યુવાનોને વિદેશ જવું હોય પાસપોર્ટ વિઝા કે વિદેશમાં જવા માટેના અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો મદદ રૂપ બનશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત ભરતસિંહ (ભોજુભા) જુવાનસિંહ નિવૃત એ.એસ.આઈ, કે. ડી. ઝાલા વિજય કોમર્શિયલ બેંકના બ્રાન્ચ મેનેજર, મહેન્દ્રસિંહ દોલુભા આઈ.ટી.આઈના નિવૃત સુપરવાઇઝર, ગજેન્દ્રસિંહ દોલુભા રાજકીય સામાજિક અગ્રણીએ પ્રાસંગીક પ્રવચન કરેલ…

કાર્યક્રમનું સંચાલન નિવૃત એ.એસ.આઈ સિનિયર સિટીઝન ઘનશ્યામસિંહ લાલુભાએ કર્યું હતું આભાર વિધિ વિશ્વરાજસિંહ હરેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગજેન્દ્રસિંહ દોલુભા, એડવોકેટ વિજયસિંહ અદુભા, પ્રદ્યુમનસિંહ (પરેશ) બળુભા, કરણસિંહ રાજેન્દ્રસિંહ, હરદેવસિંહ મહિપતસિંહ, લગધીરસિંહ જોરુભા, કરણસિંહ રણજીતસિંહ, મહિપતસિંહ જોરુભા, સતુભા હનુભા, મહેન્દ્રસિંહ મહાવીરસિંહ, યોગીરાજસિંહ ઘનશ્યામસિંહ, ટેમુભા રતુભા, હરેન્દ્રસિંહ રણજીતસિંહ, કિશોરસિંહ દોલુભા, શૈલેન્દ્રસિંહ સુખદેવસિંહ, ભોજુભા જુવાનસિંહ, હર્ષદીપસિંહ ગજેન્દ્રસિંહ, યશરાજસિંહ મહેન્દ્રસિંહ, બાબુભા ગગુભા, બળુભા ગગુભા, દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ, મહેન્દ્રસિંહ દોલુભા વગેરે… સહિતના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા…
