કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અમરનાથ સોસાયટીના ક્ષત્રિય યુવાનને અકસ્માતે ઇજા

અમરનાથ સોસાયટીના ક્ષત્રિય યુવાનને અકસ્માતે ઇજા

વધાસીયા ટોલનાકા પાસેનો બનાવ

માથાના ભાગે ગંભીર ઇજા થતા ૧૫ ટાંકા આવ્યા
મોટર સાયકલને પાછળથી ફોરવ્હીલ કારે હળફેટે લીધું

વાંકાનેર: અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનના મોટર સાયકલને વધાસીયા ટોલનાકા પાસે પાછળથી એક ફોરવ્હીલ કાર ચાલકે ઠોકર મારતા મોટર સાયકલ સહીત હળફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજા કરી તથા શરીરે ઈજા કરી નાશી ગયાનો ગુન્હો નોંધાયેલ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર અમરનાથ સોસાયટી શેરી નં-૭ માં રહેતા અને વધાસીયા ટોલનાકા પાસે આશીર્વાદ હોટલ નજીક શકિતકૃપા ટ્રાન્સપોર્ટ ચલાવતા રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા (ઉ.વ.૩૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૧૫/૦૩/૨૦૨૬ ના હું રાજકોટ ખાતે હતો ત્યારે મને મારાભાઈ નરેન્દ્રસિંહ (ઉ.વ.૩૪) નો ફોન આવેલ કે ‘હું ઢુવા ખાતેથી મારૂ મોટર સાયકલ રજી નંબર જી, જે-૧૩-બી.એફ-૦૭૫૭ વાળુ લઇને નવા ઢુવા કામેથી વાંકાનેર ઘરે આવતો હતો ત્યારે વધાસીયા ટોલનાકા પહેલા ઈંટોના ભઠ્ઠા પાસે સીમસ્ટોન કારખાનાની બાજુમાં પોહચેલ ત્યારે પાછળથી આવતી એક ફોરવ્હીલ કાર પુર ઝડપે આવી મારા મોટર સાયકલને પાછળથી ઠોકર મારતા હું નીચે પડી ગયેલ અને મને માથાના ભાગે તથા શરીરે ઇજા થયેલ છે, અને હું રીક્ષામા બેસી સારવાર માટે વાંકાનેર જાવ છું’ જેથી વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

મેં મારાભાઈ ઉપેન્દ્રસિંહ સરદારસિંહ ઝાલા તથા મારા મિત્ર દીપકભાઈ પ્રવીણભાઇ સોલંકીને બનાવની જાણ કરેલ, વાંકાનેર ખાતે મારા ભાઇને પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે લઇ રાજકોટ લઇ જવાનુ કહેતા રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે સારવારમાં ભાઇને માથાના ભાગે ૧૫ ટાંકા લીધેલ છે. આજરોજ હું, મારા ભાઇ ઉપેન્દ્રસિંહ સરદારસિંહ ઝાલા તથા ગજેન્દ્રસિં હ જીતુભા ઝાલા ફરીયાદ લખાવવા માટે આવેલ છીએ તો અજાણ્યા ફોર વાહન ચાલક વિરૂધ્ધ મારી ફરીયાદ છે, પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહીત ૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫ એ-બી તથા એમ.વી. એકટ. કલમ-૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!