કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ક્ષત્રિયોને માલધારીઓનો પણ ટેકો

ગુજરાતમાં આવતી કાલે 7 મી મેના રોજ લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. બીજી તરફ રાજ્યમાં ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ યથાવત્ છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રેલી, ધર્મરથ અને અસ્મિતા સંમેલન યોજીને ભાજપને મત ન આપવા માટેની અપીલ કરાઈ રહી છે. કડવા અને લેઉઆ પટેલની પત્રિકાનો વિવાદ પણ ચગ્યો છે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ નવસારીમાં કોળી સમાજ પર ટીપ્પણી કરતા રોષ ભડકયો છે. રાજકોટ સહિતના શહેરોમાં વિરોધ ઉઠયો છે અને મંગળવારે ભાજપના ઉમેદવારને હરાવવા જય ભવાની, જય માંધાતાના નારા સાથે

ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાના એલાન અપાયા છે. અને આ વચ્ચે માલધારી મહાપંચાયત દ્વારા ભાજપને ઝટકો મળ્યો છે. સમગ્ર માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે. ક્ષત્રિય અને માલધારી સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી રહ્યાં છે. ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા માલધારી સમાજને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ દ્વારા

જણાવવામાં આવ્યું છે કે, ક્ષત્રિયો સમાજની અસ્મિતાની લાગણીને માન ના આપીને ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરશોત્તમ રુપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવી નથી. ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો-2022 લાવવામાં આવ્યો, જેમાં શહેરી વિસ્તારમાં માલિકની ઘર આંગણેથી ગેરકાયદેસર પશુ પડાવવાની પ્રવૃત્તિ બંધ કરવા બદલ તેમજ ખોટા કેસ કરવા બદલ અને

જમાઇ પર સસરા, સાસુ, સાળા દ્વારા હુમલો

માલધારી સમાજની બહેન દીકરીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો. શહેરમાં ઘાસચારો આવવા દેવામાં આવતો નથી. ઉપરાંત દેવોગીર બરડા આલેચના માલધારીઓના 17551 કુટુંબોને ST દરજ્જા બાબત હોય તેમજ માલધારી-ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરવામાં આવ્યો છે. આ દરેક કારણોને લીધે માલધારી મહાપંચાયત માલધારી સમાજને આહ્વાન કર્યું છે કે, માલધારી સમાજ ભાજપને મત નહીં આપે અને કોગ્રેસ તથા આમ આદમી પાર્ટીને મત આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!