હાજરી આપવા વાંકાનેરમાંથી કુલ ૩૦ બસો ફાળવાઇ
વાંકાનેર: હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ માટે આવતી કાલે તા. ર૭-૭ ને ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા છે, ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની અધ્યક્ષતામાં વાંકાનેર બોર્ડીંગ ખાતેના ભાજપ કાર્યાલયે એક અગત્યની મિટીંગનું આયોજન કરાયુ હતું.
જેમાં મોરબી જીલ્લાના તથા વાંકાનેર શહેર તાલુકાના અગ્રણીઓ – કાર્યકરોએ હાજરી આપી હતી. મીટીંગમાં ચર્ચાયેલી વિગતો મુજબ હીરાસર એરપોર્ટ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા વાંકાનેરમાંથી કુલ ૩૦ બસો ફાળવાઇ છે.
દરેક બસમાં પાંચ અગ્રણીઓ સાથે એક બસમાં પ૦ કાર્યકરોને રાજકોટ પ્રોગામમાં હાજર રહેવાનું નકકી કરાયેલ છે. આ બધી એસ. ટી. બસો ગુરૂવારે બપોરે ૧ વાગ્યે અહીંથી રવાના થઇ બે વાગ્યે કાર્યક્રમ સ્થળે પહોંચી વડાપ્રધાનશ્રીના ૩ વાગ્યાના લોકાર્પણ બાદ સંબોધન કાર્યક્રમમાં હાજર રહેવા તમામ હાજરજનો તથા કાર્યકરોને તાકીદ કરાઇ હતી.