અગાભી પીપળીયાનો શખ્સ પાસામાં પૂરાયો
પાંચદ્વારકા, તરકીયા, પાજ, શક્તિપરાના સમાચાર
(દિલગીરી: ગઈ કાલે અકસ્માતના સમાચારના ટાઈટલમાં ભીમગુડાને બદલે ભેરડા લખાઈ ગયેલ, તો દરગુજર કરશો. બાકીના સમાચારના અહેવાલમાં તો ભીમગુડા જ લખાયેલ હતું, માત્ર ટાઈટલમાં જ ભૂલ હતી)
વાંકાનેર: પુલ દરવાજે ઊભતી લચ્છી લારી પાસે એક શખ્સે કાર ઉભી રાખતા લચ્છીના લારીધારક સહિત ચાર શખ્સોએ ધોકા વતી માર માર્યાની ફરિયાદ થઇ છે.

ફરિયાદમાં જાવેદભાઈ ઈસ્માઈલભાઈ આંબલીયા (ઉ.વ.૨૫) રહે. વાંકાનેર આરોગ્યનગર શેરી નં.૫ વાળાએ લખાવેલ છે કે પોતે નવાપરાના શૈલેષભાઈ જેન્તીભાઈ દલસાણીયાની અર્ટીકા ફોરવીલ નં.GJ-36-AJ-5021 નંબરની ફોરવીલનું ડ્રાઈવીંગ કરે છે.

ગઈ કાલે સવારના શેઠના મહેમાન રાજકોટથી આવવાના હોય જેથી શેઠના કહેવા મુજબ પોતે પુલદરવાજા ચોકમા આવી

લચ્છી વાળાની બાજુમા સાઈડમા અર્ટીકા ઉભી રાખેલ ત્યા દીલીપભાઈ ભરવાડ લચ્છી વાળો રહે-વાંકાનેર ભરવાડપરા એક્ટીવા લઈને આવેલ અને

ફરિયાદીને ‘ફોરવીલ મારી લચ્છીની લારી પાસે કેમ રાખેલ છે’ તેમ કહેતા મે તેને કહેલ કે ‘હું મહેમાનને તેડવા આવેલ છું અને તારા ધંધામા મારી ફોરવીલ કાંઈ અડચણરૂપ નથી’ આથી સારું નહીં લાગતા

ગાડીમા જ ઢીકા મારવા લાગેલ. ગાડીની બહાર પાટુ મારવા લાગેલ. ત્યાં દિલીપભાઈ ભરવાડનો ઓળખીતો ઈકો ગાડીવાળો ઉભેલ તેની પાસેથી લાકડાનો ધોકો માંગી લઇ ગાડીના કાચમા મારેલ. તેના ઓળખીતા બે અજાણ્યા શખ્સો પણ ત્યાં આવેલ અને

મને ઢીકાપાટુનો માર મારી પકડી રાખેલ. દીલીપભાઈ ભરવાડ લચ્છીવાળાએ ફરિયાદીને લાકડાના ધોકા વાંસામા, કમર ઉપર, પાછળના ભાગે મારેલ. રીક્ષા ચલાવતા ઓળખીતા કાદરભાઈ ઉમરભાઈ આંબલીયા ત્યાં આવેલ અને વધુ મારથી બચાવેલ હતા.

આ બનાવ અંગે પોતાના શેઠને, ફરિયાદીના ભાઈ રમીઝભાઈને તથા મિત્ર શાહરૂખભાઈને જાણ કરતા તેઓ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન આવી ગયેલ. પોલીસખાતાએ ચાર શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી શરુ કરેલ છે.
અગાભી પીપળીયાનો શખ્સ પાસામાં પૂરાયો
આગામી લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે હેતુથી મોરબી જિલ્લા પોલીસવડાએ દ્વારા અટકાયતી પગલાઓની સાથે દારૂના ધંધાર્થીઓને પાસા તળે જેલ ભેગા કરવા કાર્યવાહી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ દરખાસ્ત કરવામાં આવતા આ દરખાસ્ત મંજુર કરવામાં આવતા પાંચ બુગલેગરોને અલગ અલગ જેલમાં ધકેલી દેવાયા છે. જેમાં આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેર વાળાનો પણ સમાવેશ થાય છે એમને વડોદરા જેલમાં મોકલાયેલ છે.
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
(1) પાંચદ્વારકા નદી પ્રતાપગઢ રોડ પર ઝુંપડામાં રહેતા આશાબેન શૈલેષભાઇ જખાણીયા અને (2) તરકીયાના ભાવનાબેન ચોથાભાઈ જરવરિયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
ટ્રાફિક નિયમના ભંગ:
(1) પાજના સિંધાભાઇ ચોન્ડાભાઇ ઝાપડા અને (2) વાંકાનેર શક્તિપરા ખરાબામાં રહેતા અશ્વિન શીવાભાઈ વડેચા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

