કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લજાઈ ગામે ક્લિનિકમાં ઘુસી ડોક્ટર સાથે બઘડાટી

હમીરપર ગામે આધેડનો આપઘાત

ટંકારા: તાલુકાના લજાઈ ગામે શક્તિ માતાજીના મંદિર પાસે ડોક્ટર સહિતના લોકો ક્લિનિકમાં બેઠા ત્યારે ક્લિનિકના પાછલા દરવાજેથી ત્યાં જ રહેતો એક શખ્સ અંદર આવ્યો હતો અને ડોક્ટરને “કેમ તું મારી પાછળ મોરબીમાં આંટા મારતો હતો” તેવું કહીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો ત્યારે ત્યાં હાજર રહેલા વૃદ્ધે ઝઘડો કરવાની ના પાડતા ઉશેકરાઈ ગયેલા શખ્સે વૃદ્ધને પછાડી દઈને પોતાના ઘરમાંથી પાવડો લઈ આવીને ફરિયાદીના દીકરા અને ભત્રીજાને માર માર્યો હતો તેમજ ડોક્ટરની ગાડીનો કાચ ધોકો મારીને તોડી નાખ્યો હતો તેમજ બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે…

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અમૃતભાઈ વાલજીભાઈ કોટડીયા (63)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નરેશભાઈ જયંતીભાઈ કોટડીયા રહે. લજાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ગામમાં શક્તિ માતાજીના મંદિર પાસે આઈ ખોડલ કૃપા ક્લિનિકમાં તેઓ તથા ડો. પ્રફુલભાઈ કાનજીભાઈ પરમાર બેઠા હતા ત્યારે ક્લિનિકની સામેના ભાગમાં રહેતા નરેશભાઈ કોટડીયા ક્લિનિકના પાછળના દરવાજેથી અંદર આવ્યા હતા અને

ત્યાં આવીને ડોક્ટર પ્રફુલભાઈ પરમારને કહેવા લાગેલ કે “કેમ તું મારી પાછળ મોરબીમાં આંટા મારતો હતો” તેવું કહીને તેની સાથે ઝઘડો કરતા હતા જેથી ફરિયાદીએ ઝઘડો કરવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદીને ધક્કો મારીને નીચે પછાડી દીધા હતા અને ત્યારબાદ પોતાના ઘરમાંથી પાવડો લઈ આવીને ફરિયાદીના દીકરા જયદીપ તથા તેના ભત્રીજા જીતેન્દ્રને પાવડાના હાથા વડે માર મારીને ઇજા કરી હતી તેમજ ક્લિનિકની બહારના ભાગમાં પડેલ ડો. પ્રફુલભાઈ પરમારની ગાડી નંબર જીજે 32 કે 4895 માં પાછળના કાચમાં ધોકો મારીને કાચ તોડીને નુકસાની કરી છે અને ફરિયાદી સહિત તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે….

હમીરપર ગામે આધેડનો આપઘાત
ટંકારા તાલુકાના હમીરપર ગામે આધેડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તે મૃતક વ્યક્તિને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી….
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણી (53)એ કોઈ કારણોસર હમીરપર ગામે તેની વાડીએ હતા ત્યારે કોઈપણ સમયે લીમડાના ઝાડની ડાળી સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!