કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

લાલપરના એમ.વી. શેરસીયા (વિ. અધિ.) નિવૃત થયા

લાલપરના એમ.વી. શેરસીયા (વિ. અધિ.) નિવૃત થયા

ઢોલ નગારા સાથે ગૌરવપૂર્ણ વિદાય

વાંકાનેર તાલુકા પંચાયતમાં ફરઝ બજાવતા હતા

વાંકાનેર: તાલુકાના લાલપર ગામના વતની મોહમ્મદ હુસેનભાઈ શેરસીયા, જેમને સમગ્ર તાલુકા અને જિલ્લામાં એમ.વી. શેરસીયા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે વર્ષ 1991 માં તલાટી કમ મંત્રી તરીકે પોતાની શાષકીય સફરની શરૂઆત કરી હતી. પ્રથમ નિમણૂક મહુવા બંદર ખાતે મળતા તેમણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. સરકારી આદેશ અનુસાર તેમણે તળાજા, માળીયા મિયાણા, રાજકોટ, વાંકાનેર તેમજ

હળવદ સહિતના વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફરજ બજાવી. દરેક સ્થળે તેમણે પ્રજાલક્ષી કામગીરી, પારદર્શિતા અને સરળ સ્વભાવથી લોકવિશ્વાસ જીત્યો.તેમની કાર્યનિષ્ઠા અને સકારાત્મક અભિગમને માન્યતા આપતાં વર્ષ 2019 માં તેમને વિસ્તરણ અધિકારી તરીકે પ્રમોશન મળ્યું. ગ્રામ વિકાસ, આવક પ્રમાણપત્ર, જમીન રેકોર્ડ, સરકારની કલ્યાણકારી યોજનાઓનો અમલ અને નાગરિકોને માર્ગદર્શન જેવી જવાબદારીઓ તેમણે

પ્રામાણિકતા સાથે સંભાળી. વયમર્યાદા પૂર્ણ થતાં 28-02-2026 ના રોજ તેઓ વાંકાનેર તાલુકા પંચાયત ખાતે નિવૃત્ત થયા. તા. 26-02-2026 ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે સહકર્મચારીઓ અને શુભચિંતકો દ્વારા ભાવસભર વિદાય સમારંભ યોજાયો. મોમિન મુસ્લિમ સમાજના ગૌરવરૂપ અને ફરજનિષ્ઠ કર્મચારી તરીકે ઓળખાતા એમ.વી. શેરસીયા લગભગ 35 વર્ષની સેવાકાળ દરમિયાન શાંતિપૂર્ણ, તટસ્થ અને પ્રજાહિત અભિગમ જાળવી સરકારી તંત્રની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. તેમની સેવાયાત્રા માત્ર શાસકીય કામગીરી નહીં પરંતુ માનવતા, સદભાવ અને જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!