નોટિસ પ્રસિદ્ધ કરાઈ
વાંકાનેરથી કુવાડવા રોડ પર ઓવરબ્રિજ બનશે
વાંકાનેર: અહીંની ‘પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, પ્રાંત “તાલુકા સેવા સદન”, બીજો માળ, રાજકોટ રોડ, વાંકાનેરના વી. ડી. સાકરીયા નાયબ કલેક્ટર વાંકાનેર દ્વારા તા: તા. ૧૬/૧૨/૨૦૨૫ ના 

મોજે: અમરસર, તા.વાંકાનેર પસાર થતાં વાંકાનેરથી કુવાડવા રોડ એલ.સી.નં.૯૭ પર રેલવે ઓવરબીજ (આર.ઓ.બી.) ના બાંધકામ માટે “કલમ-૧૦(એ) હેઠળ જમીન સંપાદન માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે, જેની નકલ 

(૧) મામલતદારશ્રી, વાંકાનેર (ર) તાલુકા વિકાસ અધિકારીશ્રી, વાંકાનેર (3) તલાટીશ્રી, અમરસર, તા. વાંકાનેર, અને (4) કાર્યપાલક ઇજનેરશ્રી, મા.મ. વિભાગ-મોરબીને પાઠવવામાં આવી છે….

વધુમાં સદરહુ કામે જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિનિયમ-૨૦૧૩ ની કલમ-૧૧(૧) હેઠળનું પ્રારંભીક જાહેરનામું ગતિશક્તિ પોર્ટલ પર ઓનલાઈન કરવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યાના રોજકામની જરૂરીયાત હોય, સામેલ કલમ-૧૦(એ) ના જાહેરનામાની પ્રસિધ્ધિ કરી રોજકામ મોકલી આપવા વિનંતી કરાઈ છે…

