કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વેચનારે મકાન ખાલી નહીં કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

વેચનારે મકાન ખાલી નહીં કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

પાંચ શખ્સો આરોપી

ટંકારા: અહીં બેલા-રંગપરના શખ્સે વેચાતું લીધેલ મકાન વેચનાર ખાલી નહીં કરતા પાંચ જણા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ થયેલ છે….
જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકાના બેલા-રંગપરના રહીશ અંતિમસિંહ બનેસંગ જાડેજા (ઉ.વ.૩૯) ફરીયાદમાં લખાવેલ છે કે તા. ૧૩/૦૪/૨૦૨૩ ના અમોએ ટંકારા ગામે સર્વે નં.૧૫૨૬ A ની ચો.મી.૩૧૮૨.૨૭ વાળુ મકાન અમીન અલીશા સરવદી, રહે.-ટંકારા વાળા પાસેથી વેચાણ દસ્તાવેજ નં.૧૬૬૫/૨૦૨૩ થી ખરીદ કરેલ હતુ. ત્યાર બાદ

વેચનારે મકાનમાં એક માસ સુધી રહેવા દેવા માટે વિનંતી કરતા અમોએ માનવતાની ખાતર રહેવા માટે આપેલ હતુ, ત્યારબાદ અવારનવાર મકાન ખાલી કરવાનુ કહેલ, મકાન ખાલી કરવા માંગતા નથી તેમ જાણવા મળેલ, મારા મકાન ઉપર ગેર કાયદેસર રીતે કબ્જો કરી લીધેલ હતો…

જેથી મેં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કમિટીમાં અરજી કરેલ, જે મંજુર થયેલ, આથી ટંકારા પોલીસ ખાતાએ મકાનમાં એક-બીજાને મદદગારી કરી ગેરકાયદેસર રીતે કબજો કરી મકાન પચાવી પાડી (1) અમીનશા અલીશા સરવદી (2) આસીફ અલીશા સરવદી (3) અલ્તાફ અલીશા સરવદી (4) અબ્દુલ અકબરશા સરવદી અને (5) અલીશા અકબરશા સરવદી રહે. બધા પોલીસ સ્ટેશન પાછળ ટંકારા વાળા સામે ગુન્હો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!