કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

તીથવામાં જમીન પચાવનાર વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ

વાંકાનેર: તાલુકાના તીથવા ગામે એક એકરથી વધુ જમીન પચાવી પાડનાર આરોપી વિરુદ્ધ વાંકાનેર મામલતદાર દ્વારા લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રેવન્યુ સર્વે નંબર 179 પૈકીની જમીન ઉપર અલગ અલગ ચાર અસામીઓએ ગેરકાયદેસર કબ્જો કરી ખેતી કરતા હોય આ મામલે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ પગલાં ભરવા ફરિયાદ કરતા મામલતદાર દ્વારા પ્રથમ દબાણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવતા ત્રણ અસામીઓએ કબ્જા ખાલી કરી આપ્યા હતા

પરંતુ આરોપી જલાલભાઇ નુરમામદભાઇ માથકીયા દ્વારા 6148 ચોરસમીટર જમીન ઉપરનો કબજો ખાલી કરવામાં ન આવતા અંતે મામલતદાર ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણી દ્વારા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!