અમદાવાદ નિવાસી પર ફરિયાદ
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે સરકારી ખરાબાની જમીનમાં ૧૫૦ ચોરસ મીટર જગ્યા ઉપર પાકું રહેણાંક મકાન અને બાજુમાં પતરાની વાડ કરી બાંધકામનો સેન્ટીંગનો માલ સામાન રાખીને દબાણ કરવામાં આવેલ છે,
જેથી કરીને સરકારી જમીન ઉપર દબાણ કરનારાની સામે હાલમાં વાંકાનેર તાલુકાના મામલતદાર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના મામલતદાર ઉત્તમકુમાર વિનયભાઈ કાનાણી (૨૯)એ હાલમાં માવજીભાઈ લાલજીભાઈ વોરા રહે. રાતીદેવરી તાલુકો વાંકાનેર હાલ રહે ૨૬/૯૯ આંબેડકર કોલોની ભુદરપુરા રોડ એલિસબ્રિજ અમદાવાદ વાળાની સામે લેન્ડગ્રેજિંગની ફરિયાદ નોંધાવેલ છે, જેમાં તેણે જણાવ્યું છે કે, વાંકાનેરના રાતીદેવરી ગામે સરકારી ખરાબા સર્વે નંબર ૪૨૪ નું હે ૨૬-૦૫-૧૮ ચોરસ મીટર જમીનમાં અંદાજે ૧૫૦ ચોરસ મીટર જમીન ઉપર વર્ષ ૨૦૨૦ માં કોરોનાના સમયથી આજ દિવસ સુધી ગેરકાયદેસર કબજો કરીને દબાણ કરેલ છે અને ત્યાં બાંધકામ કરી પાકું મકાન બનાવી નાખ્યું છે.
તેમજ તેની બાજુમાં પતરાની વાડ બનાવી બાંધકામ અંગેના સેન્ટીંગનો માલસામાન રાખી સરકારી જમીન ઉપર દબાણ કરી જમીન પચાવી પાડેલ છે જેથી કરીને હાલમાં મામલતદારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.