પ્લોટની ગ્રામજનોની સંમતિથી હરરાજી નથી કરી અને પ્લોટની ફાળવણી પાના લઈને કરેલ
આજથી અઢી-ત્રણ દાયકા પહેલા ખેડૂતના ઘર દીઠ એક બળદની જોડી રહેતી, ખમતીધર ખેડૂત પાસે તો બબ્બે જોડી બળદો રહેતા એટલું જ નહીં બે જોડી બળદ એ મોભાનું પ્રતીક ગણાતું. – પહર જતા. ધણજોકમાં ગાય વાછરડાના છાણની ગામમાં સાદ પાડી હરરાજી થતી, હરરાજીમાં જે વધારે પાલી બાજરાની બોલી લગાવે તેને ધણજોકમાંથી છાણ લેવાનો અધિકાર મળતો. ભેંસો માટે અલગથી ખાડુ થતું. ખાડુ અને ધણનો ગામ સમૂહ ગોવાળિયો રહેતો જેનો મશારો ગામ ભોગવતું. હવે જમાનો બદલાયો…
આશરે 130 વર્ષ પહેલા તીથવા અને ટોળ ગામથી ભોજપરામાં વસેલા ખેડુતની વર્તમાન સમયની વાત છે કે ભોજપરા ગામ એ બળદ મુક્ત ગામ છે. સમૃધ્ધ અને પ્રગતિશીલ ખેડૂત આધુનિક સાધનોથી ખેતી કરતુ ગામ છે. ગામમા 190 ખેડૂત ખેતી કામ કરે છે. ગામમાં એક વર્ષથી એકેય ખેડૂત બળદ નથી રાખતા. તમામ ખેડુતો પાસેના મળીને 90 જેટલા ટ્રેકટર છે અને આંતરખેડ માટે VST અને મીની રોટાવેટર જેવા સાધનોથી ખેતી કામ કરે છે. ભોજપરા ગામની સીમ જમીન 1200 એકર છે અને અઘાટ વેચાણ લીધેલ બાજુના ગામ જેતપરડા, વઘાસીયા તથા જાંબુડીયાની ૬૦૦ એકર જમીન લીધેલ છે તો પંદરસો અકર જમીનમાં બળદ વગર ખેતીકામ કરતું પ્રથમ ગામ છે.
તેવો જ એક ઈતિહાસ છે કે 1967ની સાલમાં ગામના ખરાબમાં સરકારે પ્લોટીંગ બનાવીને ગામતળ માટે હરરાજીમાં મુકેલ. પણ પ્લોટની ગ્રામજનોની સંમતિથી હરરાજી નથી કરી અને પ્લોટની ફાળવણી પાના લઈને કરેલ. બેઠા ભાવથી અને એ પણ જુના ગામમાં નજીક હોય તેને, નવા પ્લોટમાં પણ નજીક નજીક આપેલ. ભવિષ્યમાં પ્લોટ અદલબદલ થઈ શકે. (મોટા) ભોજપરાની હકારાત્મક વિચારસરણીનું આ ઉદાહરણ છે.