ત્રણ વર્તમાન સાંસદ, એક ભૂતપૂર્વ સાંસદ ઉપરાંત મોરબીના ધારાસભ્યશ્રીની હાજરી
વાંકાનેર: રાજકોટ લોકસભા સાંસદ આદરણીયશ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબ દ્વારા ટોળ (તા. ટંકારા, જિ. મોરબી) ખાતે માનનીય સાંસદશ્રી કેશરીદેવસિહ તથા સાંસદશ્રી રામભાઈ મોકરિયા અને ભૂતપૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાની હાજરીમાં ‘મુનિશ્રી સંતબાલજી


સાર્વજનિક પુસ્તકાલય’ના લોકાર્પણ કાર્યક્રમ આજે એટલે કે તારીખ: 22 જૂન 2024 ને શનિવારના બપોરે 03 વાગ્યાના સમયે ગ્રામ પંચાયતની કચેરી, મુ. ટોળ, તા. ટંકારા, જિ. મોરબી ખાતે યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ત્રણ વર્તમાન સાંસદ, એક ભૂતપૂર્વ સાંસદ ઉપરાંત


મોરબી માળિયાના ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાએ પણ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ટોળ જૈનમુનિ સંતબાલજીનું જન્મ સ્થળ છે. ‘મુનિશ્રી સંતબાલજી સાર્વજનિક પુસ્તકાલય’ માં સાહિત્ય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો મોટી સંખ્યામાં રાખેલ છે.


