કર્મચારી મહામંડળના પ્રમુખ તથા શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને લીલી ઝંડી અપાઈ
અગાઉ રૂટ શરૂ હતા અને હાલમાં બંધ છે, તે વાંકાનેર – પોરબંદર, વાંકાનેર – ઓખા, વાંકાનેર – ભાવનગર, દીવ, બગદાણા સહિતના બંધ પડેલા રૂટ પુનઃ શરૂ કરવા પ્રજાની માંગ
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર: ગુજરાત સરકારના કમાઉ દીકરા સમાન વાંકાનેર એસટી ડેપોને જીએસઆરટીસીની ૨ ×ર લક્ઝરી ૨ બસો ફાળવાઇ હતી.





પ્રજાની સુખાકારી અને આરામદાયક મુસાફરી માટે વાકાનેર નલિયા રૂટ પર વાકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી તથા ગુજરાત એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજાના અધ્યક્ષ સ્થાને તથા શહેર ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં લીલી જાંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.
આ તકે પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા, લલિત ભાઈ ભીંડોરા, રાજુભાઈ સોમાણી, અમિતભાઈ સેજપાલ, હર્ષિતભાઈ સોમાણી, ભૌમિકભાઈ ખીરૈયા, બ્રિજરાજસિંહ ઝાલા, વિરાજભાઈ મહેતા, હર્ષદભાઈ ગોહિલ, તથા ભાજપ મહામંત્રી કિશોરસિંહ ઝાલા, કાનાભાઈ પાંચાભાઇ સહિતના વિવિધ કાર્યકરો – હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજાની પ્રશંસનીય કામગીરી તેમજ નમ્રતા અને વિવેકી સ્ટાફ થકી મોરબી જિલ્લાની સૌથી વધુ કમાણી ધરાવતો વાંકાનેર એસટી ડેપો બની ગયેલ છે. રૂટ શરૂ કર્યા બાદ હજુ અગાઉ શરૂ હતા અને હાલમાં બંધ છે, તે વાંકાનેર – પોરબંદર, વાંકાનેર – ઓખા, વાંકાનેર – ભાવનગર, દીવ, બગદાણા સહિતના બંધ પડેલા એસટી રૂટ પુનઃ શરૂ કરવા પ્રજાની માંગ ઉઠી છે.
આ બસ સવારે 7-10 વાગે ઉપડી રાજકોટ જશે, ત્યાંથી મોરબી થઈને નલિયા જશે. જયારે સાંજે 4-30 વાગે પાછી વાંકાનેર પરત ફરશે. હજી ભાવનગર અને દ્વારકાના રૂટની બસ ચાલુ કરવાના ચક્રો ગતિમાન થયા છે, એવું જાણવા મળે છે.