માતાજીનો પ્રસંગ કરવા રાજી ના હોય ખાર રાખી મારવા માટે પાવડો ઉગામ્યો
ટંકારા: નાના ખીજડીયામાં માતાજીના પ્રસંગ સબબ કુટુંબના માણસો ભેગા થયેલ ત્યારે પ્રસંગ કરવામાં રાજી ન હોય પાવડો લઇ આવી ઝગડો કરી તેમજ ખાર રાખી આઇ ટ્વેન્ટી કારમાં આગ લગાવી નુકશાન કરવાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના રહીશ અને વકીલ દેવજીભાઈ રાણાભાઇ ચૌહાણ (ઉ.વ-૩૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારી પાસે મારા સસરા જીવરાજભાઈ અરજણ ભાઇ અઘારાના માલીકી વાળી હ્યુન્ડાઈ કંપનીની આઇ ટ્વેન્ટી કાર રજી.નં-GJ-13-AB-6219 વાળી છે તા. ૦૪/૦૬/૨૦૨૫ ના રાત્રીના ઘર બહાર દેકારો થતા મેં બહાર જઈને જોયુ તો મારી આઇ ટ્વેન્ટી કાર રજી.નં-GJ-13-AB-6219 વાળીમાં આગ લાગેલ હોય અને નરેશભાઇ ઉર્ફે પોપટભાઈ રામજીભાઈ ચૌહાણ તથા દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણ એમ બન્ને ગાડી પાસે ઉભા હોય જેઓને મેં ઉચ્ચા અવાજમાં બોલાવતા તે બન્ને ત્યાથી ભાગવા લાગેલ અને જતા જતા કહેવા લાગેલ કે 
‘આ વખતે ગાડી સળગાવી છે હવે તમને બધાને જાનથી મારી નાખવા છે.’ આજુબાજુમાંથી માણસો ત્યાં આવી ગયેલ હતા, અને આ બનાવનું કારણ એવુ છે કે નરેશભાઇ ઉર્ફે પોપટભાઈ રામજીભાઈ ચૌહાણ તથા દિનેશભાઈ ચનાભાઇ ચૌહાણ એમ બન્ને ગઇ તા.૦૨/૦૬/૨૦૨૫ ના રોજ રાત્રીના નાના ખીજડીયા ગામે અમારા જુના મકાને માતાજીના પ્રસંગના કામથી અમારા ભાઇ-કુટુંબ ભેગા થયેલ હતા, અને આ બન્ને ત્યાં આવેલ હતા અને તેઓ બન્ને આ પ્રસંગ કરવા રાજી ન હોય જેથી અમને કહેવા લાગેલ કે ‘તમારૂ આ બધુ કામ બંધ કરો અને આપણે અહીયા આવા કોઈ પ્રસંગ કરવાના થતા નથી’ અને મારા પિતાજી માતાજીના ભુવા હોય જેથી તેમને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ, અમારો પ્રસંગ પુરો કરી હું મારા નવા ઘરે બહાર ખાટલા પર બેઠો હોય ત્યારે આ દિનેશભાઇ ચનાભાઇ ચૌહાણ તેના હાથમાં પાવડો લઇને ત્યાં આવેલ અને પાવડો ઉચકીને મને મારવા જતા મેં તેના હાથમાંથી પાવડો આંચકી લીધેલ અને એવામાં 
મારા પત્ની અલ્કાબેન બહાર આવી ગયેલ અને તેને મારા ભાઈ નરેન્દ્રભાઈને પણ બોલાવેલ અને મારા કુટુંબીભાઈ રોહીતભાઈ ભીમજીભાઈ ચૌહાણ તથા પરસોતમભાઈ વાઘજીભાઇ ચૌહાણ પણ આવી ગયેલ અને અમોને છુટા પાડેલ હતા. જેથી આ નરેશભાઇ ઉર્ફે પોપટભાઇ રામજીભાઇ ચૌહાણ તથા દિનેશભાઇ ચનાભાઇ ચૌહાણ રહે.બન્ને નાના ખીજડીયા વાળા બન્ને સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ, કલમ- ૩૫૨, ૩૫૧(૨),૩૨૪(૪), ૩૨૬(એફ),૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
