ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે
વાંકાનેર: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 67 વાંકાનેર કુવાડવા મતવિસ્તારના પ્રતિનિધિ જીતુભાઈ સોમાણી હસ્તે વાંકાનેર કુવાડવા વિસ્તારના લોકોને પ્રાથમિક પાયાની સુવિધા પૂરી પાડવા સરકાર સમક્ષ રજૂઆતો કરી વિકાસ કાર્યને વેગ આપી રહ્યા છે ત્યારે વાંકાનેર નગરપાલિકાની હદના આવેલા વોર્ડ નંબર 1 માં પીવાના પાણીની પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે


તારીખ 28/11/2025 ને શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે ખોડીયાર ગરબી ચોક નવાપરા વાંકાનેર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવશે, જેમાં વિવિધ ભારતીય જનતા પાર્ટી ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા નગરપાલિકાના કાઉન્સિલરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમ વાંકાનેર ભારતીય જનતા પાર્ટી જનસંપક કાર્યાલય ખાતેથી રમેશભાઈ વોરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે…
