કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મજુરોના મોબાઈલ ચોરનારને એલસીબી એ ઝડપ્યો

ઢુવા માટેલ રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીઓમાંથી ચોરાયેલા 12 મોબાઇલ જપ્ત

મોરબી :મોરબી એલસીબીએ સર્કીટ હાઉસ સામેથી એક શખ્સને ચોરી તથા છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ. ૮૧,૦૦૦/- તથા મો.સા. મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબીને ખાનગી રાહે હકિકત મળેલ કે, રાકેશ ભુપતભાઇ સકેરા રહે.મોરબી, સામાકાંઠે કુળદેવી પાન પાછળ, મફતીયાપરા વાળો સિરામીક એકમોમાં મજુરીકામ કરતા મજુરની ઓરડીમાંથી તથા માણસોની નજર ચૂકવી ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન સાથે મોરબી સર્કીટ હાઉસ સામે રોડ ઉપરથી મો.સા. સાથે પસાર થવાનો હોય, આ જગ્યાએ વોચ કરતા રાકેશ ભુપતભાઇ સકેરા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન સાથે મળી આવતા જેને રોકી તેની જરૂરી પુછપરછ કરી તેની પાસે રહેલ મોબાઇલ ફોન ચેક કરતા અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ -૧૨ મળી આવેલ તથા તેની પાસે રહેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ GJ-27-AQ-4982 મો.સા. ના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા તેને મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરી હતી.


આ મોબાઇલ તેણે અલગ અલગ તારીખ સમયે અલગ અલગ વિસ્તાર ખાસ કરી પાવરયાળી, ઢુવા માટેલ રોડ ઉપર આવેલ કારખાનાની મજુરોની ઓરડીઓમાંથી ચોરી કે છળકપટથી સેરવીને મેળવેલ હોવાનું કબુલ્યું હતું. જેથી પકડાયેલ ઇસમ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ.૮૧,૦૦૦/- તથા GJ-27-AQ-4982 મો.સા કિ.રૂ. ૧૦,૦૦૦ નું મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબજે કરી મજકૂર ઇસમને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી મોરબી સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!