કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

શ્રધ્ધા હોસ્પિટલ સામેનો રોષ યથાવત

પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર આક્રોશ ઠલવાઇ રહ્યો છે

મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર કોળી સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યું

વાંકાનેરની ખાનગી હોસ્પિટલના ડોકટરની બેદરકારીથી ટંકારાના ટોળ ગામની પરિણીતા કનુબેન મહેશભાઈ બાબરીયા (ઉ.વ.35)નું મોત થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટના સાંજ સમાચારનો તા.30 નો અહેવાલ છે કે કસુવાવડ બાદ કોથળીનું ઓપરેશન કર્યા બાદ ફરી ઓપરેશન કરતા તબિયત લથડી હતી. રાજકોટ સિવિલમાં રીફર કરતા દમ તોડયો હતો.જેને પગલે ઠાકોર-કોળી સમાજના આગેવાનો દોડી આવતા ત્રણ દિવસથી મૃતદેહ ન સ્વીકારાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ બનાવની પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબની વિગત એવી છે કે, ટંકારાના ટોળ ગામે રહેતા કનુબેનને પ્રસુતાની પીડા ઉપડતાં 20 દિવસ પહેલા વાંકાનેરની શ્રધ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જેને કસુવાવડ થઈ હતી. તબીબી અભિપ્રાય મુજબ, કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે પછી કનુબેનને રજા અપાતા તે ઘરે જતા રહ્યા હતાં. શુકવારે ફરી તબિયત લથડતા કનુબેનને શ્રધ્ધા હોસ્પિટલે ખસેડાયા હતાં.અહીંના ડોકટરે ફરી ઓપરેશન કરવું પડશે, તેમ કહીં 25000ની ફી જમા કરાવવા કહ્યું હતું. જો કે પરિવાર પાસે સગવડ ન હોય કનુબેનને કોઈ સરકારી હોસ્પિટલમાં લઈ જવા નકકી કરેલું. હોસ્પિટલે કહ્યુ કે દર્દીને બીજે લઈ જવા હોય તો 2500 અત્યારની ફીના ભરવા પડશે. આ નકકી થયા બાદ પરિવારના સભ્ય બહાર રીક્ષા કે અન્ય કોઈ વાહનની વ્યવસ્થા કરવા ગયા ત્યાં શ્રધ્ધા હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે ફરી પરિવારની મંજુરી વગર ઓપરેશન કરી નાખ્યું હતું. ઓપરેશનમાં કંઈક ગડબડ થતા ત્યાંથી તુરંત કનુબેનને શ્રધ્ધા હોસ્પિટલનો સ્ટાફ તેની એમ્બ્યુલન્સમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવેલ. અહીં કનુબેનને ઈમરજન્સી રૂમમાં ખસેડતા જ મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતાં.પરિવારમાં રોષ ફેલાતા આ વાતની જાણ સમાજના આગેવાનોને થતા ઠાકોર સેનાના રાજકોટ ખાતેના પ્રમુખ રણછોડભાઈ ઉધરેજા, ઠાકોર કોળી સમાજના ગુજરાત પ્રમુખ જયેશભાઈ ઠાકોર વગેરે દોડી આવ્યા હતાં. કનુબેનના પતિ મજુરી કામ કરે છે. આ કનુબેનની પ્રથમ સુવાવડ હતી. બનાવથી પરિવારમાં ઉગ્ર રોષ સાથે કલ્પાંત છવાયો છે.

♦ શ્રધ્ધા હોસ્પિટલનું લાયન્સ રદ કરવા માંગ
હોસ્પિટલની બેદરકારી હોવાથી શ્રધ્ધા હોસ્પિટલનું લાયસન્સ રદ કરવા પરિવારજનોની માંગ છે. ઉપરાંત મંજુરી વખત બીજી વખત ઓપરેશન કર્યું હોવાથી આપરાધ મનુષ્ય વધની કલમ આઈપીસી 304 મુજબ ડોકટર અને જવાબદારો આપી એસઆઈઆર રજિસ્ટર કરવા માંગ થઈ છે માંગ પુરી ન થાય તો મૃતદેહ ન સ્વીકારવા ચીમકી અપાઈ છે.

♦ પોલીસ કહે છે….તો અમે અંતિમ સંસ્કાર કરી નાખીશું: ધમકી અપાયાનો આરોપ
પરિવારજનોએ કહ્યું કે શનિવારે કનુબેનનું મોત થયું ત્યારથી મૃતદેહ રાજકોટ સિવિલના પીએમ રૂમમાં છે પરિવારે પીએમની મંજુરી નથી આપી અને લાશ સ્વીકારવા પણ ઈન્કાર કર્યો છે ત્યારે પરિવારનો આક્ષેપ છે કે પોલીસ મૃતદેહ સ્વીકારવા દબાણ કરે છે. પોલીસ કહે છે કે તમે મૃતદેહ નહી સ્વીકારો તો અમે નિકાલ કરી અંતિમ સંસ્કાર કરી નાખીશું.

♦ વાંકાનેરમાં જ મોત પણ હોસ્પિટલ કર્મી જાણ કર્યાં વગર સિવિલમાં લાવ્યા હતાં
પરિવારનો આક્ષેપ છે કે, કનુબેનનું વાંકાનેરની શ્રધ્ધા હોસ્પિટલમાં જ મોત થઈ ગયું હતું.પણ પોતાની બેદરકારી છુપાવવા હોસ્પિટલે મોત જાહેર કરવાના બદલે કનુબેનને ઈમરજન્સીમાં રાજકોટ લઈ જવા પડશે તેમ કહી હોસ્પિટલના કર્મી તેની હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં કનુબેનને લઈ રાજકોટ સિવિલમાં પહોંચેલા એમ્બ્યુલન્સમાં તેના કોઈ પરિવારજનને બેસવા ન દીધેલ.અહીં આવતાની સાથે જ ડોકટરે કનુબેનને મૃત જાહેર કર્યા હતાં. પોતાની બેદરકારી છુપાવવા કનુબેનના મૃતદેહને રાજકોટ ટ્રાન્સફર કર્યાનું પરિવારજનો જણાવી રહ્યા છે.

યુનિટી ઓફ ઠાકોર સેના દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર

ત્યાર પછી ટંકારા યુનિટી ઓફ કોળી ઠાકોર સેનાએ આવેદનપત્ર પાઠવ્યું. યુનિટી ઓફ ઠાકોર સેના દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે. હોસ્પિટલના સીસીટીવી અને રજીસ્ટરમાં કરવામાં આવેલ એન્ટ્રીને ચેક કરીને યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર કોળી સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યું

વાંકાનેર : વાંકાનેરમા મહિલાની સારવારમા ખાનગી હોસ્પિટલના તબીબે ગંભીર બેદરકારી દાખવી પરિવારની મંજુરી વગર ઓપરેશન કરી તેણીનો જીવ જોખમમાં મુક્યાના આક્ષેપ સાથે મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર કોળી સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન આપી આ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા સહિતના આગેવાનોએ કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, તેમના પરિવારની દીકરી કનુબેન મહેશભાઈ બાબરીયાને થોડા સમય પહેલા પેટમાં દુખાવો ઉપડતા વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરી હતી. પણ આ હોસ્પિટલના ડોક્ટરે પરિવારની મંજુરી વગર આ મહિલાનું ઓપરેશન કરી શ્વાસનો પ્રોબ્લમ હોવાનું કહીને એમ્બ્યુલન્સ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. પણ આ મહિલાનો શ્વાસ ત્યાંજ ચાલતો ન હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી અને 20 દિવસ આસપાસ કસુંવાવડ થઈ હોય કોથળી સાફ કરાવ્યા છતાં ઓપરેશન કરી નાખ્યું હતું. આ હોસ્પિટલમાં જ ગંભીર ઘટના બની હોવાથી આ મામલે યોગ્ય તપાસ કરીને ડોકટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ અંગેનો અગાઉ બહાર પડેલા વીડિઓની લિંક નીચે મુજબ છે

https://www.facebook.com/watch/?v=1093072498772956&extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&ref=sharing&mibextid=VhDh1V

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!