ઢુવા માટેલ રોડ ઉપર સ્પોલો સીરામીકના લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી
રાજાવડલાના કોન્ટ્રાકટર અને અમરાપરના પોલ્ટ્રી ફાર્મના ઉસ્માનભાઈ બાદી વિરુદ્ધ કાર્યવાહી થઇ
વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા માટેલ રોડ ઉપર સ્પોલો સીરામીકના લેબર કોન્ટ્રાકટર અશોક નારણભાઇ લુમ્ભાણી વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત વાકાનેર સીટી પોલીસે રાજાવડલા ગામની સીમમાં આવેલ હામવી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના કોન્ટ્રાકટર સોકત રહમાનભાઈ સિંધી, વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સિગ્નેચર સિરામિકના કોન્ટ્રાકટર દેવરાજ હરિલાલ પરમાર વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.
જ્યારે ટંકારા પોલીસે અમરાપર રોડ ઉપર હુસેની પોલ્ટ્રી ફાર્મમા બહારના માણસો કામે રાખનાર ઉસ્માનભાઈ વલીભાઈ બાદી વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી.
