વાંકાનેર: ઘણા લોકોને પગ ટ્રેનમાં લટકતા રાખી મુસાફરી કરવાની ટેવ હોય છે, પરંતુ આવી ટેવ ક્યારેક જોખમી સાબિત થઇ શકે. આવો જ એક બનાવ ટ્રેન વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે બન્યો હતો.



જાણવા મળ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના રહેવાસી કેતનભાઈ સોમાભાઈ ગોહિલ (27) નામનો યુવાન ટ્રેનમાં બેસીને વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના પોતાના બે પગ ટ્રેનમાં લટકતા રાખ્યા હતા અને ત્યારે પાળી સાથે તેના પગ અથડાતા પગમાં યુવાનને ઈજા થઈ હતી. ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ વાંકાનેર પોલીસની હદમાં બનેલો હોવાથી અહીં આ બનાવની જાણ કરવામાં આવેલ છે
