કેટલાક ટેન્ડર નવ-નવ વાર બહાર પાડવા પડે છે
વાંકાનેર: અહીંની નગરપાલિકાના મંજુર થયેલા વિકાસના કામોના ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ કારણ ગમે તે હોય કોન્ટ્રાકટરો આ કામના ટેન્ડર ભરતું નથી. કેટલાક કામો માટે તો નવ-નવ વાર ટેન્ડર બહાર પડેલ છે. આજની તારીખે બહાર પડેલ ટેન્ડરની વધુ વિગત નીચે મુજબ છે.
(1) દેવી પૂજક વાસમાં મચ્છુ નદી કાંઠે આર.સી.સી. ભૂમિ સંરક્ષણ દીવાલ બનાવવાનું કામ. (નવમો પ્રયત્ન)
(2) દેવી પૂજક વાસમાં મચ્છુ નદીમાં સ્નાનઘાટ બનાવવાનું કામ. (નવમો પ્રયત્ન)
(3) વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં આઝાદ ગોલા શેરી, રાજ હાર્ડવેર શેરીમાં સી.સી. રોડ તેમજ સરકારી હોસ્પિટલ પાછળ બોક્સ કલવર્ટ કરવાનું કામ (૧૫મુ નાણાપંચ ૨૦૨૧-૨૨ ગ્રાન્ટ હેઠળ)(સાતમો પ્રયત્ન)
(4) વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં નવી હાઉસિંગ સોસાયટી આડી શેરી, અમરપરા સોસાયટી વિવિધ એરિયા, ગોડાઉન રોડ ડબલ ચાલી શેરી નં. ૧ અને ૨ (સાતમો પ્રયત્ન)
(5) વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએ રોડ રિસસ્ફેસિંગ યોજના અંતર્ગત સી.સી. રોડ, પેવર બ્લોક રોડ તથા ડામર રોડ રિપેરિંગ કરવા માટેની વાર્ષિક કામગીરી. (ચોથો પ્રયત્ન)
(6) સ્વભંડોળ હેઠળ નગરપાલિકા ઓફીસ બિલ્ડીંગમાં ઇલેસ્ટ્રીક આઇટમ સપ્લાય તેમજ ફીટીંગ ની કામગીરી. (સાતમો પ્રયત્ન)
(7) સને ૨૦૧૮-૧૯ / ૨૦૨૩-૨૪ વર્ષની ૧૫% વિવેકાધીન યોજના અંતર્ગત કુમાર છાત્રાલય, પાઇપ ડ્રેનેજ, સી.સી. રોડ તથા આર.સી.સી. રિટર્ન વોલ બનાવવાનું કામ. (પાંચમો પ્રયત્ન)
(8) સને ૨૦૨૧-૨૨ વર્ષની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (રોડ રિસફેસિંગ) અંતર્ગત સી.સી. રોડ બનાવવાનું કામ. (પાંચમો પ્રયત્ન)
(9) નગરપાલિકા કચેરીમાં ફર્નીચર કરવાના કામ માટે માલ-સામાન સપ્લાય કરવાનું કામ. (ટેન્ડર મુજબ)(પાંચમો પ્રયત્ન)
(10) નગરપાલિકા કચેરીમાં સૂચના મુજબ ફર્નીચર કામ કરી આપવાનું મજુરી કામ. (માલસામાન નગરપાલિકા દ્વારા પૂરો આવશે.)(પાંચમો પ્રયત્ન)