ગુજરાતના રાજકારણમાં નવા-જુનીના એંધાણ
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપ મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને દિલ્હીનું તેડું આવ્યું છે. પરંતુ, હવે એવા સમાચાર છે કે
રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાને તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લોકસભા ચૂંટણી પરિણામ બાદ રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને તાત્કાલિક દિલ્હી પહોંચવા માટે મોવડી મંડળથી
તેડું આવ્યું છે. પરશોત્તમ રૂપાલાને ત્વરિત દિલ્હી પહોંચવા કહેવાયું છે. જો કે, રૂપાલાને તાત્કાલિક દિલ્હી કેમ બોલાવ્યા છે તે પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી, પરંતુ આ બાબતે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. માહિતી છે કે ચૂંટાયેલા 25 સાંસદો પણ દિલ્હી જશે, પરંતુ તેમની
પહેલા પશોત્તમ રૂપાલા દિલ્હી પહોંચી શકે છે. આજની બેઠકમાં અન્ય સાંસદો સાથે રૂપાલા હાજર રહેશે.