વાંકાનેર તાલુકામાં મુસ્લિમ વસતિ ૩૨.૭ % છે. તાલુકાનો છેલ્લા ૧૦ વર્ષમાં વસ્તી વધારો ૧૭.૮ ટકા છે.
અનુ. જનજાતિમાં વસતિ વધારો સૌથી વધુ છે. ૨૦૧૧માં ૧૦૦૦ પુરૂષ સામે ૯૬૧ સ્ત્રીઓ હતી. ૧૦ ગામોમાં પુરુષો કરતા સ્ત્રીઓ વધુ છે.
સાક્ષરતા દર ૬૩.૯૩ ટકા (સૌથી વધુ રૂપાવટી) છે. ૪૦ હજાર ઘર અને એક ઘરમાં ૫ માણસો રહે છે. રોજગાર દર ૪૧ ટકા (પૂર્ણ અથવા પાર્ટ ટાઇમ) જેમાં ૫૭ ટકા પુરૂષ અને ૨૪ ટકા સ્ત્રીઓ કમાય છે
ગામના ક્ષેત્રફળમાં સૌથી મોટું તીથવા છે. વાંકાનેરનો ઘેરાવો ૪.૫ કિ.મી. છે. સૌથી વધુ ઉષ્ણતામાન ૪૦.૯ અને ઓછું ૧૨.૧ સેલ્સિયસ નોંધાયું છે.
સમુદ્ર પટથી સૌથી ઊંચું ગામ ઠીકરીયાળા છે. સૌથી નિચું ગામ પંચાશીયા છે. વાંકાનેર શહેરથી સૌથી દૂરના ગામોમાં સતાપર અને તરકીયાનો સમાવેશ થાય છે
વસતિ: ભારતમાં ૨૦૧૧ પછી વસતિ ગણતરી થઇ નથી. આ આંકડા ૨૦૧૧ ના છે. વાંકાનેર તાલુકામાં કુલ ૨,૧૯,૦૬૫ ની વસતિમાં હિન્દુ ૬૬.૬ ટકા (૧,૪૫,૩૯૦ જેમાથી ૭૫,૨૩૪ પુરૂષો અને ૭૦,૬૯૬ સ્ત્રીઓ) મુસ્લિમ ૩૨.૭ ટકા (૭ર,૧૪૬ જેમાંથી ૩૬,૨૪૮ પુરૂષો અને ૩૫,૮૯૮ સ્ત્રીઓ) અન્ય ધર્મના ૭ ટકા. ખ્રિસ્તી ૧૪૭ (૬૭ પુરૂષો અને ૮૦ સ્ત્રીઓ) શિખઃ ૫૭ (૩૪ પુરૂષ અને ૨૩ સ્ત્રીઓ) બૌધ ૨૩ (૧૨ પુરૂષ અને ૧૧ સ્ત્રી) જૈન: કુલ ૧૨૨૫ (૬ર૯ પુરૂષ અને ૫૯૬ સ્ત્રીઓ) અન્ય ધર્મી: ૨ (૧ પુરૂષ, ૧ સ્ત્રી) ૭૫ ધર્મ જણાએ પોતાનો ધર્મ બતાવ્યો નથી, જેમાં ૪૦ પુરૂષ અને ૩૫ સ્ત્રીઓ)
છેલ્લા ૧૦ વર્ષમાં વસતિ વધારો ૧૭.૮ ટકા. સ્ત્રીઓમાં વધારો ૧૯ ટકા, જે ૨.૪ ટકા પુરૂષ (૧૬.૬ ટકા) ના વસતિ વધારાની સરખામણીએ વધુ છે. જનરલ કેટેગરીમાં વસતિ વધારો ૧૮.૩ ટકા છે. જન જાતિમાં ૬.૯ ટકા અને અનુ. જનજાતિમાં આ વધારો ૪૧.૯ છે. બાળકોની વસતિ વધારો ૪.૧ ટકા છે. ૨૦૧૧માં ૧૦૦૦ પુરૂષ સામે ૯૬૧ સ્ત્રીઓ હતી. જન જાતિમાં ૯૫૮ અને અનુ. જન જાતિમાં ૯૭૨ છે. છ વર્ષથી નાનામાં આ પ્રમાણ ૯૨૦ છોકરીઓનું છે. ૪૦ હજાર ઘર અને એક ઘરમાં ૫ માણસો રહે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૨,૧૯,૦૬૫ પુરૂષો અને ૨,૦૬,૯૪૯ સ્ત્રીઓ જનરલમાં, અનુ. જાતિની વસ્તી ૧૧,૨૦૧ અને અનુ. જન જાતિની વસ્તી ૯૧પ છે.
સેકસ રેશિયો: ૨૦૦૧ થી ૨૦૧૧ ગાળા દરમ્યાન સેકસ રેશિયો ૧૦૦૦ પુરૂષો સામે ૨૦ રેશિયોમાં સ્ત્રીનો વધારો થયો છે. જયારે બાળકોમાં ૪ ટકા છોકરીઓનું પ્રમાણ ઘટયું છે. ગામ દીઠ સેકસ રેશિયોમાં પ્રતાપગઢ (૧૧૪૦), વાંકીયા (૧૦૯૧) કાનપરમાં (૧૦૭૯), જોધપર (૧૦૬૩), કેરાળા અને જાલીડામાં (૧૦૫૫), જેતપરડામાં (૧૦૩૮), વાલાસણ અને લાલપરમાં (૧૦૩૪), રાણેકપરમાં (૧૦૩૩), વાંકાનેરમાં (૯૪૨), ચંદ્રપુરમાં (૯૨૯) છે. ૬ વર્ષથી નાના બાળકોની ટકાવારી ૧૫ ટકા સંખ્યા ૩૨૩૨૯ છે. જેમાંથી પર ટકા છોકરા અને ૪૮ ટકા છોકરીઓ છે.
સાક્ષરતા દર: સાક્ષરતા દર ૬૩.૯૩ ટકા છે, જેમાં પુરૂષોમાં ૭૭.૫૭ ટકા અને સ્ત્રીઓમાં ૪૯.૫૦ ટકા છે. તાલુકામાં ૫૧ ટકા પુરૂષ અને ૪૯ ટકા સ્ત્રીઓ છે, ૯૪ ટકા બીન અનામત છે. સાક્ષરતામાં દર રૂપાવટી ૯૧, પાડધરા ૮૯, લાલપર અને મહિકા ૮૭, પ્રતાપગઢ ૮૬, ખેરવા અને વીડી ભોજપરા ૮૫, વાલાસણ અને કોઠારીયામાં ૮૩, પીપરડીમાં ૮૨, વાંકાનેરમાં ૮૨ તથા ચંદ્રપુરમાં ૮૪ છે.
રોજગાર: વાંકાનેર તાલુકામાં ૪૧ ટકા પૂર્ણ અથવા પાર્ટ ટાઇમ રોજગાર મેળવે છે. જેમાં ૫૭ ટકા પુરૂષ અને ૨૪ ટકા સ્ત્રીઓ છે. પુરૂષોમાં ૫૪ ટકા ફૂલ ટાઇમ અને ૩ ટકા પાર્ટ ટાઇમ કામ કરે છે. સ્ત્રીઓમાં ૧૫ અને ૯ ટકા છે.
ક્ષેત્રફળ: ગામના ક્ષેત્રફળમાં તીથવા ૪૦.૭, લુણસર ૩૬.૧, વીડી જાંબુડિયા ૩૧.૨, ભોજપરા વીડી ૩૦.૯, કોટડા નાયાણી ૨૮.૭, પીપળીયારાજ ૨૪.૫, મેસરીયા ૨૪.૨, સરધારકા ૨૪, પંચાશીયા ૨૨.૯, ઘીયાવડ રર.૩ અને ચંદ્રપુર ૧૧.૩ અને વાંકાનેરનો ઘેરાવો ૪.૫ કિ.મી. છે.
અન્ય: સૌથી વધુ ઉષ્ણતામાન ૪૦.૯ અને ઓછું ૧૨.૧ સેલ્સિયસ છે. સમુદ્ર પટથી સૌથી ઊંચું ગામ ઠીકરીયાળા છે. (ઊંચાઈ ૧૯૪.ર૯ મીટર). સમુદ્ર પટથી સૌથી નિચું ગામ પંચાશીયા છે. (ઊંચાઈ ૬૩.૫૫ મીટર) સમુદ્ર પટથી વાંકાનેર શહેરની ઊંચાઈ ર૮ર મીટર છે. વાંકાનેર શહેરથી સૌથી દૂર (૩૫ કિ.મી.) ના ગામોમાં સતાપર અને તરકીયાનો સમાવેશ થાય છે, નજીકનું ગામ ચંદ્રપુર છે.