કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ

ટ્રક ચાલકની લોખંડનો પાઇપ મારી હત્યા કરી હતી

મોરબી : વાંકાનેરમાં વર્ષ 2020મા મૂળ ઈન્દોર મધ્યપ્રદેશના વતની ટ્રક ચાલકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડનો પાઇપ મારી હત્યા કરી નાખવાના બનાવમાં નામદાર મોરબી અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી રૂપિયા 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની વિગત જોઈએ તો મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરનો વતની સંતોષ ઉર્ફે સંજય રતનસિંહ બામણિયા વાંકાનેર ખાતે ટ્રક ચલાવતો હોય આરોપી હારુન સુભરાતીસા મહમદશા દીવાન સાથે કોઈ બાબતે ફોનમાં ઝઘડો થતા આરોપી હારુન સુભરાતીસા મહમદશા દીવાને સંતોષ ઉર્ફે સંજયને જાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડનો પાઇપ ફટકારી હત્યા નિપજાવી હતી.

જે અંગેનો કેસ સ્પેશિયલ જજ એટ્રોસીટી કોર્ટ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા 23 મૌખિક અને 31 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ આરોપી હારુન સુભરાતીસા મહમદશા દીવાનને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવે રોકાયેલ હતા.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!