કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોટડા નાયાણીના શખ્સને આજીવન કારાવાસ

વર્ષ 2018 માં પત્નીની હત્યાના ગુનામાં સજા

વાંકાનેર: તાલુકામાં આવેલા કોટડા નાયાણી ગામે વર્ષ 2018 માં ઘરેલુ ઝઘડામાં પતિ દ્વારા પત્નીને લાકડી વડે માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવેલ. જે અંગે ગામના પંચાયત સભ્ય દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટ ખાતે 25 જેટલા મૌખિક અને ૩૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ સાહેબની કોર્ટ દ્વારા આરોપી ભીખાભાઈ લહેરને મર્ડરના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે…

આ કેસની જાણવા મળતી વિત્તો પ્રમાણે વર્ષ 2018 માં વાંકાનેર તાલુકામાં આવેલા કોટડા નાયાણી ગામે મર્ડરની ઘટના બની હતી, જેમાં પતિ દ્વારા ઘરેલુ ઝઘડામાં પત્નીને લાકડીઓ કટ કરીને ધ્યાનથી મારી નાખવામાં આવી હતી અને જે અંગે ફરિયાદ નોંધાતા તે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા આરોપી પતિને હાલ આજીવન કરાવવાની સજા ફટકારવામાં આવેલ છે; જે અંગે

મોરબી સરકારી વકીલ વિજયભાઈ જાની પાસેથી મળતી માહિતી મુજબ જે તે સમયે કોટડા નાયાણી ગ્રામ પંચાયતના સભ્ય વિજયસિંહ ઉર્ફે ભીખુભા બાલુભા જાડેજા (ઉમર 70) રહે. કોટડા નાયાણી વાળાએ ગામના જ ભીખાભાઈ બચુભાઈ લહેર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગ્રામજનો પાસેથી ભીખાભાઈના પત્ની જાનુબેન ઉર્ફે ભારતીબેન (ઉંમર વર્ષ 50) નું મોત નિપજાવ્યાનું જાણવા મળતા તેઓ તેના ઘરે ગયા હતા, ત્યારે ત્યાં ભીખાભાઈ તેઓને રસ્તામાં મળી જતા તેને પૂછતા તેને જણાવ્યું હતું કે મારે મારા પત્ની સાથે ઝઘડો થતાં લાકડી વડે

માર મારીને હાથ પગ ભાંગી નાખ્યા બાદ તેણીનું ઘરે ટુપો દઈને હત્યા કરી છે અને બાદમાં ઘરે પહોંચીને જોતા ત્યાં ભીખાભાઈના બહેન અને જે ઘરે હાજર હોય તેમને પૂછતા જણાવ્યું હતું કે ભાનુબેનને છાતીમાં દુખાવો થતાં અને પડી જતા તેઓ મરણ ગયેલ છે, તેમ ભીખાભાઈએ ત્યારે જણાવ્યું હતું, જો કે શરીર ઉપરના ઈજાના નિશાનો જોતા તેઓએ આ બાબતે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ જીઆર ગઢવી તથા સ્ટાફે પહોંચીને તજવીજ હાથ ધરી હતી અને જે તે સમયે

પ્રતિબંધિત ભારે વાહન લઇ નીકળતા કાર્યવાહી

મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી; જે અંગે ચાર્જશીટ કોર્ટમાં દાખલ થયા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો તેમજ 25 જેટલા મૌખિક અને 33 જેટલા દસ્તાવેજી પુરાવોને ધ્યાનમાં લઈને મોરબી પ્રિન્સિપલ સેશન જજ સાહેબની કોર્ટ દ્વારા આરોપી ભીખાભાઈ બચુભાઈ નહેરને આઈપીસીની કલમ 302 મર્ડરના ગુનામાં આરોપી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને રૂપિયા 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો, તેમજ જો દંડ ન ભરે તો વધુ 60 દિવસની કેદનો હુકમ કરવામાં આવેલ છે…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!