પ્રેમિકાની હત્યા કરનારને આજીવન કેદ
મોરબી : પાંચેક વર્ષ પૂર્વે વાંકાનેરના વઘાસીયા નજીક કારખાનામાં સાથે કામ કરતા પરિણીત મેનેજરે પોતાની પ્રેમિકા પ્રેમ સંબંધ જાહેર કરી દેશે તો
પોતે ક્યાંયનો નહીં રહે તેવી દહેશતે પ્રેમિકાની કુહાડીના ઘા ઝીકી હત્યા કરી નાખતા આ ચકચારી કેસ નામદાર મોરબી કોર્ટમાં ચાલી જતા

અદાલતે મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ ઉપરાંત સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલોને ધ્યાને લઈ આરોપીને આજીવન કેદની

સજા ફટાકરી રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો હતો. આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2019માં વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર આવેલ
સૂર્યા ઓઇલ મીલ એન્ડ એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં બિલિંગનું કામ કરતી કવિતા કેતનભાઇ ચૌહાણ (ઉ.વ. 20) નામની યુવતીની તેના જ સાથી કર્મચારી એવા આરોપી
ધીરજ જીવાભાઈ આહીર રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર મૂળ જુનાગઢ વાળાએ કુહાડીના ઘા ઝીકી હત્યા કરી નાખતા યુવતીના પિતા કેતનભાઇ પન્નાભાઈ ચૌહાણ, રહે. વીસીપરા વાંકાનેર વાળાએ

સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા ધીરજને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો, અંગેનો કેસ નામદાર વી.એ.બુદ્ધ સાહેબની કોર્ટમાં

ચાલી જતા 42 દસ્તાવેજી અને 17 મૌખિક પુરાવાઓ ધ્યાને લઈ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો બાદ નામદાર કોર્ટે આરોપી ધીરજ જીવાભાઈ (સોલંકી) આહીરને આજીવન કેદની સજા ફટકારી રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો હતો.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો



