ઉદ્યોગકારો પરેશાન
વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર અર્બન ફીડર હાલ ધણા દિવસથી દિવસમાં બે ત્રણ વખત ફોલ્ટમાં જાય છે અને કલાકો સુધી બંધ રહે છે. આ ફીડરમાં હોસ્પિટલો, હેવી લોડની ફેકરીઓ, ઓઈલ મીલો, જીનીંગ અને નાના મોટા અનેક ઊધોગો છે; જેમને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.
અવાર નવાર રજુઆતો કરવા જતા તંત્રમાં કોઈ ફરક પડતો નથી. સાહેબો સાથે ફોટા પડાવતા આગેવાનોએ આ બાબતે કંઈક કરવું જોઈએ. ગામ લોકો ભેગા થઈને ફરીથી હલાબોલ કરવાનું વિચારી રહ્યા છે. જો કે આ ફીડરને સિટીમાં જોડવાની વિચારણા ચાલી હોવાનું જાણવા મળે છે….