વાંકાનેર: ગત રાત્રે કડાકા-ભડાકા સાથે શહેર અને તાલુકાભરમાં વરસાદ પડ્યો હતો, જેમાં એક કડાકો બહુ જોરદાર હતો, લાગતું હતું કે ક્યાંક વીજળી પડી હશે તો સમાચાર મળી રહ્યા છે કે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે તા: 15/8/25 ના રોજ રાત્રે સાડા નવ વાગે 





બાદી સલીમભાઈ (96017 62976) ઉસ્માનભાઈ (માસ્તર) ના ઘરે વિજળી પડેલ હતી, ઘરના સભ્યો ખાટલા પર સુતા હતા અને ઓચિંતાનો કડાકો થતા ભયભીત થઇ ગયા હતા, મકાનમાં રહેલા વીજળીકરણના ઉપકરણો ફ્રીઝ, ટીવી, એસી.. સળગી ગયા હતા સીડીના પગથિયાં તૂટી ગયા હતા જાન-માલનું કોઈ નુકશાન નથી ગામલોકો મદદે પહોંચ્યા હતા, મકાનમાં ગાબડું પડી ગયું હતું. ઓસરી રેતી-રેતી થઇ ગઈ હતી, બારીના કાચ તૂટ્યા હતા- વીજવાયર પણ સળગ્યા હતા સલીમભાઈને વાંકાનેર ભમરીયા કુવા પાસે માસુમ સિલેક્શનના નામથી કાપડની દુકાન છે…કેરાળામાં રાતનો દોઢ ઇંચ વરસાદ પડ્યો છે….
