વાંકાનેર : વાંકાનેરના ધર્મનગરના હરી પાર્કમાં બે મકાન ઉપર વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે. ગઈ કાલે ગાજવીજ અને ભારે વરસાદ વચ્ચે હરીપાર્કમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ વાટકિયા અને મુકેશભાઈ જીવરાજભાઈ વાટકિયાના મકાન ઉપર વીજળી પડતા ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ અને પાણીની પાઇપમાં નુકસાન થયેલ છે. જો કે સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી…
ઉપરાંત મળેલ માહિતી મુજબ ભાટિયા સોસાયટી ગ્રામ પંચાયતમાં મહિલા સત્સંગ મંડળ હોલ વાળી શેરીમાં રહેતા સંજયભાઈ ભિંડોરાના

મકાન ઉપર વીજળી પડી હતી જેમાં મકાનની દીવાલમાં તિરાડ પડી ગઇ હતી તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાની પહોંચી હતી. જેમાં

વિજળી મકાનની અંદર આવેલ ઇલેક્ટ્રિક સોકેટને તોડીને નીકળી ગઈ હતી. આ ઘટનામાં મકાનમાં રહેતા તમામ પરિવારજનો હેમખેમ હોવાથી જાનહાનિ ટળી હતી…
