ઝાહીરઅબ્બાસ શેરસીયાની રજુઆત ફળી
વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતની રાતીદેવડી બેઠકના ચૂંટાયેલા સભ્યો ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા દ્વારા મોરબીમાં લીલાપર ચોકડીથી લઈને વાંકાનેરના રાતીદેવડી સુધીનો રસ્તો છે જે અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં હતો તેને સ્ટેટ આરએન્ડબીમાં આપી દેવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને મંજૂર કરવામાં આવેલ છે.

મોરબીના લીલાપરથી વાંકાનેર તરફ જવા માટેનો આ રસ્તો લગધીનગર, અદેપર, પંચાસીયા થઈને રાતીદેવડી પાસે નીકળ છે, જેને હવે સ્ટેટ આરએન્ડબીને સોંપવામાં આવેલ છે. વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યુ હતું કે, આ રસ્તો શરૂ થવાથી નેશનલ હાઈવે રોડ ઉપરનો ટ્રાફિક ઘટી જશે તેમજ લોકોની સુવિધામાં વધારો થશે- સાથોસાથ 

લોકોને આર્થિક ફાયદો થશે, મુસાફરીના કિલો મીટર ઘટી જશે. આટલું જ નહીં નેશનલ હાઈવે રોડ ઉપર ભારે વાહનો સતત દોડતા હોવાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે, સ્ટેટ હાઇવે દ્વારા આ રોડને સ્વીકારીને આગામી સમયમાં રોડની પહોળાઈ વધારવામાં આવશે જેથી લોકોને અવર-જવરમાં પણ સરળતા રહેશે અને અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
