અરણીટીંબાનો યુવાન નશામાં બાઈક ચલાવતા
વાંકાનેર: વાંકાનેર: તાલુકાના લિંબાળા ગામે રહેતા આઘેડનું હાઇવે પર બાઇક સહિત રસ્તા ઉપર પડી જતા હાથ ભાંગી ગયો છે અને અરણીટીંબાનો યુવાન નશામાં બાઈક ચલાવતા તેમની સામે પોલીસ કાર્યવાહી થઇ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લિંબાળા ગામે રહેતા મામદભાઈ હાજીભાઈ કડીવાર (ઉ.58) આઘેડ ધમલપર જતા હતા ત્યારે લાલપર હાઇવે લિંબાળા રોડ નજીક બાઇક સહિત રસ્તા ઉપર પડી જતા જમણા હાથે કોણી તથા કાંડાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ મામદભાઈ ખેતી કામ કરે છે, એમનો હાથ ભાંગી ગયો છે અને ઓપરેશન થઇ ગયું છે તથા એને બે પુત્ર છે, જેમાંથી એક વાંકાનેર સર્વે કરતી પેઢીમાં કામ કરે છે અને બીજો પુત્ર ભણે છે…
અરણીટીંબાનો યુવાન નશામાં બાઈક ચલાવતા
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના મોતીભાઈ મનસુખભાઈ ડાભી જાતે. કોળી (ઉ.27) વાળાને ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ હીરો કંપનીનુ સ્પેલન્ડર પ્લસ મોટર સાયકલ રજી નંબGJ-36-H-60586058 કી.રૂ.૧૫,૦૦૦/- વાળુ ગામના ઝાંપા પાસે જાહેર રોડ ઉપર ડ્રાઈવીંગ લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧(૧)તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયો છે….