ભાયાતી જાંબુડીયા અને વિવેકાનંદ સોસાયટીના શખ્સો અકસ્માતમાં ઈજાગ્રસ્ત
રાજકોટના રેન્જ આઇડી અશોકકુમાર યાદવ તથા મોરબીના એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવતી હોય છે દરમિયાન 
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.વી.પટેલની સુચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે અજયસિંહ ઝાલા, છુછીયા સામતભાઈ અને દિગ્વિજયસિંહ ઝાલાને સંયુક્તમાં મળેલ બાતમી આધારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં નોંધાયેલ 
દારૂના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપી ભરતભાઈ રતાભાઇ ગમારા રહે. લુણસર તાલુકો વાંકાનેર વાળાને ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે અને આ અંગેની જાણ તેઓના સંબંધીને કરવામાં આવી છે તેમજ ધ્રોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીનો કબજો સોંપવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી
ભાયાતી જાંબુડીયા અને વિવેકાનંદ સોસાયટીના શખ્સો અકસ્માતમાં ઈજાગ્રસ્ત
વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા મનીષભાઈ નાથાભાઈ સાગઠીયા નામનો 17 વર્ષનો યુવાન ગામના પાટીયા પાસેથી પગપાળા જતો હતો ત્યારે બાઇક ચાલકે તેને હડફેટે લેતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. બીજા બનાવમાં વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ધીરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ જોશી નામના 63 વર્ષના આધેડનું બાઇક સ્લીપ થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.