ટંકારા: તાલુકાના લજાઈ ગામથી હડમતીયા જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા સ્કૂટરને રોકીને પોલીસે સ્કૂટર ઉપર જઈ રહેલા યુવાનને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂ એક બોટલ મળી આવી હતી અને તેની કબજો ભોગવટા વાળી ડિલક્સ પાન નામની
દુકાનમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે સ્કૂટર અને દારૂની ત્રણ બોટલો મળીને કુલ 29,536 ની કિંમતમાં મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી કેતન વલ્લભભાઈ વામજા (34) રહે. લજાઈ તાલુકો ટંકારા વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે….