મહીકા પાસે ભૂકંપ નહીં, બ્લાસ્ટથી ધરતી ધ્રુજી ગઈ હતી
વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક દારૂ ભરેલ ટ્રક મંગાવી બુટલેગરો દારૂનું કટિંગ કરતા હતા બોલેરો પીકઅપમાં દારૂનો જથ્થો ભરાય તે પૂર્વે એલસીબી ટીમ સ્થળ પર ત્રાટકી હતી જેથી આરોપીઓમાં નાસભાગ મચી હતી જ્યાં સ્થળ પરથી પોલીસે ૩૨.૮૬ લાખનો દારૂનો જથ્થો, ગેસ ટેન્કર અને બે બોલેરો પીકઅપ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના જાલીડા ગામની સીમમાં હોટેલ પાછળ પડતર ખરાબાની જગ્યામાં દારૂ ભરેલ ટેન્કર લાવી નાના વાહનોમાં દારૂનું કટિંગ કરાતું હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૮૦૦૪ કીમત રૂ ૩૨.૮૬ લાખનો જથ્થો મળી આવતા પોલીસે ગેસ ટેન્કર, બે બોલેરો પીકઅપ સહીત કુલ રૂ ૫૮.૮૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

તો રેડ દરમિયાન આરોપીઓ વાહન છોડી નાસી ગયા હતા જેથી પોલીસે ગેસ ટેન્કર, બે બોલેરો પીકઅપના ચાલક તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનારની વધુ તપાસ ચલાવી છે

મહીકા પાસે ભૂકંપ નહીં, બ્લાસ્ટથી ધરતી ધ્રુજી ગઈ હતી
વાંકાનેર તાલુકાના મહીકા ગામે અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગત રાત્રીના સમયે પ્રચંડ વિસ્ફોટ થયા બાદ ધરતી ધ્રુજી હતી.જેને પગલે લોકોમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. આ ઘટના બાદ વહેલી સવારે તો ભૂકંપ આવ્યાના ન્યૂઝ વાયુ વેગે ફેલાયા હતા. ત્યારે આ મામલે જ્યાં મેટલના કારખાનામાં પ્રચંડ બ્લાસ્ટ થતા તેની અસર વર્તાઈ હતી અને બ્લાસ્ટના કારણે ધરા ધ્રુજી ઉઠી હતી.
આ મામલે વાંકાનેર તાલુકાના મહીકા ગામે સમઢિયાળા રોડ પર આવેલ સનસાઇઝ મેટલ નામના કારખાનાના કારખાનેદાર અતુલભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, કારખાનામાં રાત્રીના સમયે લોખંડ ઓગળવાની ભઠ્ઠી કાર્યરત હતી. રાત્રીના ૦૩:૦૦ વાગ્યાના ટકોરે ભઠ્ઠીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે આસપાસના મોટાભાગના વિસ્તારની ધરતી ધ્રુજી ગઈ હતી અને ત્યાં વસતા લોકોને તેની અસર અનુભવાઈ હતી. આ દુર્ઘટનામાં ૪ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અને ચારેયને રાત્રીના જ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બે લોકો સ્વસ્થ થતા તેમને રજા આપી દેવાય છે. જ્યારે બે લોકો હાલ સારવાર હેઠળ છે. તેવું તેમણે જણાવ્યું હતું.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
