રાતીદેવરીના શખ્સ પાસેથી ચાઈનીઝ દોરીની 3 ફીરકી મળી આવી
વાંકાનેર: તાલુકાના માટેલ ગામના શખ્સની વીરપર ગામની સીમમાં ચાલુ દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે…
જાણવા મળ્યા મુજબ દેશી દારૂ સામેની ઝુંબેશમાં વાંકાનેર તાલુકા પોલીસે વિરપર ગામની સીમમાં એડોરેશન સિરામિક ફેક્ટરીની બાજુમાં દરોડો પાડી આરોપી વિપુલ રાઘવભાઈ ડાભી રહે. માટેલ વાળાની ચાલુ દારૂની ભઠ્ઠી ઝડપી લઈ
50 લીટર ગરમ આથો, 600 લીટર ઠંડો આથો, 50 લીટર દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 27,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી…
ચાઈનીઝ દોરીની 3 ફીરકી મળી આવી
ચાઈનીઝ દોરી વાપરવા કે વેચવા ઉપર પ્રતિબંધ હોય છતાં વાંકાનેરમાં વિશિપરા ચોક પાસે રોડની સાઈડમાં પતંગ દોરીનું વેચાણ કરતા મનજીભાઈ પ્રેમજીભાઈ વરાણી ઉ.વ.32 પાસેથી ચાઈનીઝ દોરીની 3 ફીરકી મળી આવતા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….