વાંકાનેર: તાલુકાના તીથવા ગામમાં આવેલ સીંગારા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીના શેઢે હોકળામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો જેમાં એલ્યુમીનીયમ બકડીયુ, ગેસનો ચુલો તથા ગેસનો બાટલો તથા સ્ટીલની થાળી, પાટલી નળી સાથેની તથા સદરહુ ભઠ્ઠીના સાધનો લાવવા તથા લઇ જવા માટે ઉપયોગમાં લીધેલ હોન્ડા કંપનીનુ સાઇન મો.સા. રજી નં.GJ-36-AK-9574 કિ.રૂ.૪૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૪૬,૬૦૦/-નો મુદામાલ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે….

જાણવા મળ્યા મુજબ તીથવા ધારે રહેતા મુન્નાભાઈ લખમણભાઈ સીતાપરા વાળા પોતાના ગામ તીથવા ગામમાં આવેલ સીંગારા તરીકે ઓળખાતી સીમમાં આવેલ છગનભાઇ બારૈયાની વાડીના શેઢે હોકળામા માણસો દ્રારા દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવે છે, 

તેવી બાતમી મળતા રેઇડ પાડવા જતા પોલીસને જોઇ જતા બાવળની ઝાડી તથા પાણીનો લાભ લઇ એક ઇસમ નાશી ગયેલ. હોકળાના કાઢે બાવળની કાંટમાં મજકૂર ઇસમે બનાવેલ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી અંગેના અલગ-અલગ સાધનો પડેલ હોય તથા પતરાના ડબા તથા ગેસના ચુલા ઉપર લોખંડના બેરલો લગાડેલ હોય જે જોતા ભઠ્ઠી બંધ હાલતમાં હોય જેથી આ જગ્યાએ પોલીસે આજુબાજુમાં તપાસ કરતા

મુન્નાભાઇ લખમણભાઈ સીતાપરા વાળો કે અન્ય કોઇ ઇસમ હાજર મળી આવેલ નહી જેથી આ મળી આવેલ દેશીદારૂ બનાવવાના સાધનો તથા અન્ય પ્રોહી.ને લગત મુદામાલ જોતા પ્રોહી. એકટ કલમ ૬૫ એ એ, ૬૫-એફ., ૮૧,૯૮(૨)મુજબ મુન્નાભાઈ લખમણભાઈ સીતાપરા અને એક અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધેલ છે. કાર્યવાહી વાંકાનેર તાલુકા પોસ્ટે.ના પો.કોન્સ. કિશનભાઇ ધીરૂભાઇ મેર તથા પો.કો ન્સ. અક્ષયરાજસિંહ પરમાર દ્વારા કરવામાં આવી છે…
