વાંકાનેર સીટી પોલીસ ટીમે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગારિયા ગામના બસ સ્ટેશન પાસે આવેલી બજરંગ હોટલમાથી બાતમીને આધારે દરોડો પાડી વાઈટ લેક વોડકાની પાંચ બોટલ કિંમત રૂપિયા 1500 કબ્જે કરી હતી.
જો કે દરોડા દરમિયાન આરોપી વિવેકભાઈ મંછારામ બાવાજી રહે.ગારીયા વાળો હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.