કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

માટેલ ગામની સીમમાં દારૂની દુકાન પર દરોડો

1.56લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો, એક ફરાર

વાંકાનેર : મોરબી ક્રાઇમબ્રાન્ચે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં વાડીના શેઢે બનાવેલ દુકાનમાંથી વિદેશી

દારૂ અને બિયરના જંગી જથ્થા સાથે એક શખ્સને દબોચી લઈ 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા બન્ને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને મળેલી બાતમીને આધારે માટેલ ગામની સીમમાં કયુરો વિટ્રીફાઇડ સિરામિક પાછળ આવેલ વાડીના શેઢે બનાવેલ દુકાનમાં દરોડો પાડતા આરોપી હિતેશ ખીમજીભાઈ ચાવડા રહે.માટેલ ગામની સીમ વાળાની દુકાનમાંથી

8 પીએમ અને ગ્રીન લેબલ બ્રાન્ડ વિદેશી દારૂની 464 બોટલ તેમજ કિંગ ફિસર સુપર સ્ટ્રોંગ બિયરના 120 ટીન મળી કુલ 1,56,200 ઉપરાંત એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં દારૂના આ ધંધામાં ઢુવા ગામે રહેતા

ગોપાલ ગિન્ગોરાની સંડોવણી કબુલતા એલસીબી પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

સૌ પ્રથમ અને સીધા જ સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!