કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ડુંગળીની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ

બીજા કેસમાં જીનપરા જકાતનાકા પાસેથી ડમ્પર સર્પ આકારે ચલાવી નીકળતા કબ્જે

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આઈસરમાં સડેલી અને સારી ડુંગળીની આડમાં છુપાવી લઇ જવાતો ૬૮૬૨ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસ દારૂનો જથ્થો, આઈસર ટ્રક સહીત ૬૦ લાખથી વધુની કિમતના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે આઈસર જીજે ૧૨ બીએક્સ ૫૬૭૯ માં સડેલી અને સારી મિક્સ ડુંગળીની આડમાં વિદેશી દારૂ ભરી વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી જવાનો છે જેથી ટીમે નેશનલ હાઈવે જકાતનાકા પાસે વોચ ગોઠવી હતી અને આઈસર નીકળતા રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આઈસર ચાલકે વાહન ભાગડ્યું હતું જેથી પીછો કરી વઘાસીયા ટોલનાકા પહેલા દ્વારકાધીશ હોટેલ સામેથી આઈસર ઝડપી લેવામાં ટીમને સફળતા મળી હતી

જે આઈસરમાંથી ઈંગ્લીશ દારૂની 750 મિલીની ૪૦૭૮ બોટલ અને ક્વાર્ટર ૨૭૮૪ નંગ એમ કુલ બોટલ નંગ ૬૮૬૨ કીમત રૂ ૫૩,૦૧,૧૬૦ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો અને આઈસર જીજે ૧૨ બીએક્સ ૫૬૭૯ અને મોબાઈલ નંગ ૦૧ સહીત કુલ રૂ ૬૦,૦૨,૨૨૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી મોહમદ ઉસ્માન મોહમદ ઉમર મેવું રહે હરિયાણા વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

બીજા કેસમાં ડમ્પર સર્પ આકારે ચલાવી નીકળતા કબ્જે
જાણવા મળ્યા મુજબ જીનપરા જકાતનાકા હાઇવે રોડ પર વાંકાનેર બાઉન્ટ્રી તરફથી એક ડમ્પરનો ચાલક પોતાના હવાલા વાળુ ડમ્પર રજી નંબર – જી.જે.૩૬. એક્સ. ૫૩૯૪ જાહેર રોડ ઉપર સર્પ આકારે ચલાવી નીકળતા જોવામાં આવતા મજકુરને પોલીસે રોકી જોતા ડમ્પર ચાલકે કેફી પ્રવાહી પીધેલ હોવાનુ જણાતા બાલુ રતનસિંહ ભંડૉ૨ ભીલ (ઉવ.૫૦) રહે. મોરબી ટીંબડી પાટીયા પાસે વાળાને ડમ્પર કબ્જે કરી ગુનો પ્રોહી . કલમ- ૬૬(૧) બી એમ.વી.એકટ કલમ ૧૮૫ મુજબ નોંધેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!