બીજા દરોડામાં ધમલપરનો શખ્સ ઝડપાયો
વાંકાનેર નજીકથી એલસીબી ટીમે ટ્રકના ચોરખાનામાં છુપાવીને લઇ જવાતો મસમોટો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ટ્રકમાંથી ૨૦૧૬ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો ઝડપી લઈને દારૂ તેમજ વાહન સહીત ૭.૯૩ લાખની મત્તા કબજે લીધી છે અને એક આરોપીને દબોચી લઈને પૂછપરછ ચલાવી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર થાન રોડ તરફથી એક ટાટા ટ્રક જીજે ૧૪ ઝેડ ૦૨૨૪ વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાની હોય જે ટ્રકમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખી હેરાફેરીની બાતમી મળી હતી, જેથી મોરબી એલસીબી ટીમે વાંકાનેર ચંદ્રપુર રોડ પર વોચ ગોઠવી હતી અને ટ્રક પસાર થતા ટ્રકને આંતરી લેવામાં આવી હતી.
જે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં છુપાવી રાખેલ દારૂનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં મેકડોવેલ્સ વ્હીસ્કી ૭૫૦ મિલી બોટલ નંગ ૮૪, ૩૭૫ મિલીની બોટલ નંગ ૧૨૦, મેકડોવેલ્સ વ્હીસ્કી ૧૮૦ મિલી બોટલ નંગ ૩૩૬, ઈમ્પીરીયલ બ્લુ વ્હીસ્કી ૭૫૦ મિલીની બોટલ નંગ ૧૩૨, ૩૭૫ મિલી બોટલ નંગ ૯૬ અને ૧૮૦ મિલી બોટલ નંગ ૩૮૪ તેમજ બ્લુ સ્ટ્રોક વ્હીસ્કી બોટલ નંગ ૧૯૨ અને ડિસ્કાઉન્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મિલી બોટલ નંગ ૬૭૨ મળીને કુલ બોટલ નંગ ૨૦૧૬ કીમત રૂ 2,૮૭,૫૮૦ તેમજ ટ્રક જીજે ૧૪ ઝેડ ૦૨૨૪ કીમત રૂ ૫ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫ હજાર તેમજ રોકડ રૂ ૪૭૦ મળીને કુલ રૂ ૭,૯૩,૦૫૦ નો મુદામાલ કબજે લીધો છે.
જે ટ્રકના ચાલક દિલીપ જગમાલભાઈ પઢારીયા (ઉ.વ.૩૮) રહે. હાલ રાજકોટ મોરબી રોડ, સદગુરુ સોસાયટી (મૂળ ઈન્દ્રા તા. માણાવદર વાળા)ને ઝડપી લીધો છે; તો અન્ય આરોપી ધવલ કિશોર વાઢેર રહે. રાજકોટ કુવાડવા રોડ, બેડીપરા વાળાનું નામ ખુલતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી. એમ. ઢોલ, પીએસઆઈ કે. જે. ચૌહાણ, એન. એચ. ચુડાસમા, એ. ડી. જાડેજા તેમજ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડના સુરેશભાઈ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસીયા તેમજ ટેકનીકલ ટીમનો સ્ટાફ જોડાયેલ હતો.
બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે પાડધરા ગામની ચોકડી પાસે વોચ ગોઠવી રાખી જી.જે.૧૩.એ.એચ.૯૮૫૦ નંબરની રૂ.૩,૦૦,૦૦૦/-ની કિંમતની સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઇકકો કાર રોકી તેના ચાલક અશોકભાઇ પ્રતાપભાઇ અબાસણીયા (રહે.ધમલપર તા.વાંકાનેર જી.મોરબી)ની પૂછપરછ કરતા તેના ઉપર શંકા જતા કારની તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન કારમાંથી રૂ.૮૦૦૦/-નીકિંમતનો ૪૦૦ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે કુલ રૂપીયા ૩,૦૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે અશોકભાઇ પ્રતાપભાઇ અબાસણીયાની અટકાયત કરી છે. ત્યારે તેણે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે આ મુદ્દામાલ દિનેશ ઉર્ફે ભુરો વનાભાઇ કોળી (રહે.સતાપર તા.વાંકાનેર જી.મોરબી ) પાસેથી મેળવ્યો હતો. જેને પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ