પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: કોઠી ગામના બસ સ્ટેન્ડ સામે વાંકાનેર બાઉન્ટ્રીથી વાંકાનેર આવતા રોડ હાઇવે ઉપરથી એક કાળા કલરની રેનોલ્ટ કંપનીની ડસ્ટર કાર રજી નં-G J.03.FK.8885 કાર દેશી દારૂ પીવાના જથ્થા સાથે પકડાઈ છે.
પોલીસ ખાતાએ પ્રોહી. કલમ કલમ-૬૫૬૫ઈ,૯૮(૨),૮૧.મુજબ નોંધી દેશી પીવાનો દારૂના બાચકા નંગ-૦૬ દેશી દારૂ લી-૧૫૦ કિરૂ.૩,૦૦૦/-નો ભરી તથા ઓપો કંપની ને A5s અન્ડ્રોય ફોન જેની કિ.રૂ.૩૦૦૦/- સાથે કુલ મુદામાલ કિ.રૂ.૩,૦૬,૦૦૦/- નો કબ્જે કરી આરોપી ખાટડી (ચોટીલા)ના ભરતભાઈ શાંતુભાઇ ધાંધલની ધરપકડ કરી છે.
વિદેશી દારૂ મળી આવ્યો
બીજા બનાવમાં ઢુવા-માટેલ રોડ પર આવેલ દ્વારકાધીશ હોટલ પાસે ઢુવા ગામ તરફથી મોટર સાયકલ નં.GJ-36-AD-3690 ની ટાંકી ઉપર બાચકુ રાખીને નીકળતા ખાખી કલરના પુઠ્ઠાના બોક્સમાં વિદેશી બીયરના ટીન મળી આવેલ. આરોપી જગદીશભાઇ ઉર્ફે વનરાજ ગેલાભાઈ ભુસડીયા જાતે કોળી (ઉ.વ.૩૧) રહે હાલ-જુના ઢુવા, સુખુભા સવુભા ઝાલાના મકાનમાં ભાડેથી રહેતા પાસેથી મોટર સાયકલ સહીત 34800/ રૂપિયાનો મુદામાલ કબ્જે કરેલ છે. આ દારૂ મેસરીયાના રામજી ઉર્ફે અજય ધીરુભાઈ ભુસડીયા પાસેથી મેળવ્યાની હકીકત ખુલતા બંને સામે ગુન્હો નોંધાયો છે.
પોલીસ સ્ટેશનેથી
(1) ખાનપરના હસમુખ કમલેશ પરમાર પીધેલ પકડાયા (2) વાલાસણના સુલતાન આદમભાઇ દલપોત્રા ટ્રાફિકના અને (2) વાંકાનેર રેલવે સ્ટેશન શકતિમાંના મંદિર પાસે રહેતા મહેશ ધીરુભાઈ ગોસ્વામી ટ્રાફિકના નિયમ ના ભંગ બદલ દંડાયા