કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

અકસ્માત સર્જનાર રિક્ષામાંથી દારૂ મળ્યો !

બારદાન ભરેલ છકડો રિક્ષાચાલક ભાગી છૂટ્યો: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં

વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી બારદાન ભરેલ છકડો રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાના ચાલકે એક મહિલાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ઇજા પામેલ મહિલાને ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. દરમ્યાન રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો બાચકું રસ્તા ઉપર નીચે પડતા આ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર પોલીસની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને ત્યારબાદ સ્થળ ઉપરથી દોઢસો લીટર દેશી દારૂ તથા છકડો રીક્ષા આમ કુલ મળીને ૩૩ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અજાણ્યા શખ્સની સામે પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં દારૂના બંધાણીઓ સુધી દારૂ પહોંચાડવા માટે યેનકેન પ્રકારે દારૂની હેરાફેરી થતી હોય છે તેવી જ રીતે વાંકાનેરમાં બારદાન ભરેલ છકડો રિક્ષામાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વાંકાનેરની નર્સરી ચોકડી પાસે સર્વિસ રોડના ડિવાઈડર પાસે એક મહિલા ઉભી હતી,

ત્યારે તેને ત્યાંથી પસાર થઈ રહેલા નંબર પ્લેટ વગરના છકડો રીક્ષાના ચાલાકી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો; જેમાં મહિલાને ગંભીર ઇજા થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.


અકસ્માત સર્જનાર રીક્ષા ચાલકની રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ભરેલ બાચકું રસ્તા ઉપર નીચે પડ્યું હતું જેથી કરીને આ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપરથી નંબર પ્લેટ વગરનો છકડો રિક્ષા જેની કિંમત ૩0 હજાર તેમજ 3000 નો ૧૫૦ લીટર દેશી દારૂ આમ કુલ મળીને ૩૩ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો

જોકે દારૂ ભરેલ રીક્ષા લઈને નીકળેલ રીક્ષા ચાલક અકસ્માત થયા બાદ પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હોય પોલીસે નંબર પ્લેટ વગરનો છકડો લઈને નીકળેલ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!