યાર્ડ સામે અને લીંબાળાની ધારે પોલીસ દરોડા
વાંકાનેર: એલ.સી.બી પોલીસે ચોક્કસ બાતમીને આધારે વાંકાનેરમાં આરોપી યાસ્મીન ઉર્ફે જાડી રહીમભાઈ સંધીના રાજાવડલા રોડ માર્કેટ યાર્ડ સામે આવેલા રહેણાક મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં રૂપિયા ૨૪૦ની કિમતનો ૧૨ લિટર દેશી દારૂ ઝડપાયો હતો જ્યારે આરોપી યાસ્મીન સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે તેને કાયદાના સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ લીંબાળાની ધાર, બજરંગ હોટલ પાસે દરોડો પાડી 78 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડી બંને આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ પી. ડી. સોલંકી, હેડ કો. યશપાલસિંહ પરમાર, પ્રદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, કો. દર્શિતભાઇ વ્યાસ, દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઇ ગઢવી, પ્રતિપાલસિંહ વાળા, હિતેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો…