કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવા નજીક ઓરડીમાંથી અને કુંભારપરા ચોકમાંથી દારૂ ઝડપાયો

34 બોટલ દારૂ તથા બિયરના 20 ટીન કબ્જે કરતું પોલીસખાતું: કુંભારપરાનો ભરત પકડાયો

વાંકાનેરના ઢુવા ગામ પાસે લાકડધાર રોડે આવેલ ઓરડીથી ત્યાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે સ્થળ ઉપરથી 34 બોટલ દારૂ તથા બિયરના 20 ટીન એમ કુલ મળીને 14750 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ચમનભાઈ ચાવડા, હરિશ્ચંદ્રસિંહ ઝાલા અને રવિભાઈ કલોત્રા ઢુવા પોલીસ ચોકી ખાતે હતા. ત્યારે ચમનભાઈ ચાવડાને મળેલ ખાનગી બાતમી આધારે વાંકાનેર તાલુકાના રહેતા નવા ઢુવા ગામે રહેતા અનિરુદ્ધસિંહ દાનુભા ચૌહાણની લાકડધાર રોડે આવેલ ઓરડીમાં દારૂ બિયરની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 34 તથા બિયરના 20 ટીન મળી આવ્યા હોય પોલીસે દારૂ બિયરનો 14750 ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અનિરુદ્ધસિંહ દાનુભા ચૌહાણની ધરપકડ કરેલ છે અને તેના મિત્ર કૃપાલસિંહ વઠીસંગ મકવાણા રહે. હાલ નવા ઢુવા વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધીને તેના પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બીજા બનાવમાં વાંકાનેરમાં આરોપી ભરતભાઇ દેવજીભાઇ ધરજીયા કુંભારપરા ચોકમાં રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી કમલસિંહ આત્મારામ બલાઇ  લાકડધાર ગામની સીમ,નેસા સીરામીક સામે રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!