ઈંગ્લીશ દારૂ સાથે આડત્રીશ હજારનો મુદામાલ કબજર કરતી મોરબી એલસીબી
વાંકાનેર તાલુકાના કોઠારીયાના માર્ગે બેકળ વિસ્તાર તરીકે ઓળખાતા હડમતીયા ગામની સીમમાં એલસીબી ટીમે દરોડો પાડી ખેતરમાં ઘઉંના ઉભા પાકમાં છુપાવેલ અલગ – અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની 68 બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા તેમજ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દારૂ જુગારની બદી નાબૂદ કરવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન એલસીબી સ્ટાફના હેડ કોન્સટેબલ સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સટેબલ નંદલાલ વરમોરા તથા વિક્રમભાઇ કુગસીયાને બાતમી મળી હતી કે ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં વિશાલભાઇ ભરતભાઇ પટેલ તથા કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા રહે. બન્ને હડમતીયા (પાલનપીર) તા.ટંકારા જી.મોરબી વાળાઓ બન્નેએ ભેગામળી ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી વિશાલ ભરતભાઇ પટેલે હડમતીયા ગામથી કોઠારીયાના માર્ગે બેકળ તરીકે ઓળખાતી સીમમાં વાવવા રાખેલ પોતાના કબજા ભોગવટા વાળા ખેતરમાં આ જથ્થો છુપાવેલ છે.



દરમીયાન બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી આરોપી વિશાલભાઇ ભરતભાઇ ડાકા અને કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયાને મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બોટલ નંગ-47 કિંમત રૂપિયા 187,625 તેમજ રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની બોટલ નંગ-21 કિંમત રૂપિયા 10,920 અને મોબાઇલ ફોન નંગ-2 કિંમત રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 38,545ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી લઈ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.