મહીકા ગામના પાટિયા પાસેથી બે લાખનો દેશી દારૂ ભરેલી કાર કબ્જે
વાંકાનેર: તાલુકાના ઢુવા ઓવરબ્રિજ પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧.૫૪ લાખનો દારૂ, બે મોબાઈલ અને કાર સહીત ૩.૧૪ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બીજા બનાવમાં મહીકા ગામના પાટિયા પાસેથી કાર કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- વાળીમાં દેશી દારૂની હેરાફેરી કરી દેશી દારૂ લીટર ૧૦૦૦ કી.રૂ.૨,૦૦,૦૦૦/- નો ગણી કુલ કિંમત .રૂ.૫,૦૦,૦૦૦/-નો મુદામાલ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ઢુવા ઓવરબ્રિજ પાસેથી સેન્ટરો કાર જીજે ૦૩ ઈએલ ૧૮૭૫ વાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી પસાર થવાની છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને કારને આંતરી લઈને તલાશી લેતા દારૂની ૧૧૦ બોટલ કીમત રૂ ૧,૫૪,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી વિપુલ પ્રવીણ ચાવડા રહે અરુણોદયનગર મોરબી ૨ અને ગજાનંદ ભરત મહતો રહે બિહાર હાલ મોરબી પાવડીયારી કેનાલ વાળાને ઝડપી લીધા હતા…
પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૧૦ બોટલ કીમત રૂ ૧,૫૪,૦૦૦, બે મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ અને કાર કીમત રૂ ૧,૫૦,૦૦૦ સહીત કુલ રૂ ૩,૧૪,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે દારૂનો જથ્થો મોકલનાર વિનાભાઈ રહે વીંછીયા વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
મહીકા ગામના પાટિયા પાસેથી બે લાખનો દેશી દારૂ ભરેલી કાર કબ્જે
બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ને બાતમી મળેલ કે એક મહીન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો ઠાઠાવાળી કાર રજી નંબર 32013201 વાળીમાં દેશી દારૂ ભરીને વાંકાનેર બાઉંટ્રી તરફથી મોરબી તરફ જ નાર છે આથી મહીકા ગામના પાટિયા પાસે રાત્રીના વોચ ગોઠવી કાર કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- વાળીમાં દેશી દારૂની હેરાફેરી કરી દેશી દારૂ લીટર ૧૦૦૦ કી.રૂ.૨,૦૦,૦૦૦/- નો ગણી કુલ કિંમત .રૂ.૫,૦૦,૦૦૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઈ જતા તથા આરોપી નં.(૩), નાઓએ દેશી દારૂનો જથ્થો ભરી આપી તેમજ નંબર (૪) નાઓએ દેશી દારૂનો જથ્થો મંગાવી તમામ ઇસમોએ ગુન્હામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો પ્રોહી એકટ કલમ ૬૫(ઈ), ૮૧,૯૮(૨), મુજબ નોંધાયો છે, કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અનાર્મ પો.કોન્સ. અજયસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા, એ.એસ. આઇ. રામભાઈ મંઢ, ક્રીપાલસિંહ ચાવડા, ચમનભાઈ ચાવડા, પો.કોન્સ.અશ્વિનભાઈ રંગાણી, રાજેશભાઈ પલાણી, દિવ્યરાજસિંહ ઝાલા, સામતભાઈ છુછીયા, શક્તિસિંહ પરમાર તથા બ્રીજેશભાઈ બોરીચા દ્વારા કરવામાં આવી હતી આરોપીઓના નામ નીચે મુજબ છે…
(1) ઈમરાનભાઈ ઉર્ફે ભાઈજાન રજાકભાઈ ડેલીવાળા (ઉ.30) રહે. ચોટીલા ઘાંચીવાડ કબ્રસ્તાન પાસે,
(2) સંજયભાઈ ઉર્ફે બગો દુદાભાઈ મેર (ઉ.24) રહે. હિંગળાજમાના મંદીરની સામે રમેશભાઈની વાડીમાં, મોટી મોલડી, તા. ચોટીલા,
(3) વિજયભાઈ ઉર્ફે ભુરો વાલજીભાઈ માલકીયા રહે. ગામ. રેશમીયા, તા, ચોટીલા
(4) કુલદિપભાઈ ભરતભાઈ પાડલીયા રહે. ગામ. બેલા રંગપર, તા, મોરબી,