કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જિલ્લા તિજોરી કચેરીની પેન્શનરો માટે યાદી

મોરબી જિલ્લા તિજોરી કચેરી, ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ. ૭,૫૦,૦૦૦ થી વધુ હોય અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં આવકવેરાને પાત્ર થતી હોય તેવા તમામ પેન્શનરે તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો, રોકાણ કર્યાના આધાર પુરાવાઓ, ઈન્કમટેક્ષ ગણતરી પત્રક, ભરવામાં આવેલ ઈન્કમટેક્ષની વિગતો તેમજ પાનકાર્ડની નકલ તા. ૩૧-૦૧-૨૦૨૪ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી મોરબી ખાતે મોકલવાની રહેશે.

સાથે જ રોકાણની વિગતો આધાર પુરાવા સમયમર્યાદામા રજુ કરવામાં નહીં આવે તો આવકવેરાના નિયમોનુસાર ટીડીએસની કપાત કરી લેવામાં આવશે. પાનકાર્ડની નકલ રજુ નહીં થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરે જમા થઈ શકશે નહી તેમ મોરબી જિલ્લા તિજોરી કચેરી અધિકારી બી.કે.પાઘડાળની યાદીમાં જણાવાયું છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!